સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:47 IST)

IIM Ahmedabad CAT Result 2021 : કૈટ પરીક્ષા 2021નુ પરિણામ થયુ જાહેર, સ્કોરકાર્ડ ચેક કરવા માટે અપનાવો આ રીત

CAT Results 2021 latest updates: દેશના વિવિધ આઈઆઈએમ (IIM)માંથી કોઈ એક દ્વારા દર વર્ષે કૈટ પરીક્ષા (Cat Exam 2021) નુ આયોજન કરવામાં આવે છે. વર્ષ 2021ની કેટ પરીક્ષા આઈઆઈએમ અમદાવાદ (IIM Ahmedabad) એ 28 નવેમ્બર 2021ના ર ઓજ કરાવવાનુ કામ કર્યુ હતુ. જેનુ પરિણામ રજુ કરવામાં આવ્યુ છે.  ઈંડિયન ઈંસ્ટીટ્યુટ ઓફ મેનેજમેંટ એટલે કે આઈઆઈએમમાં એડમિશન મેળવવામાટે આ પરીક્ષા પાસ થવી જરૂરી છે.  કૉમન એડમિશન ટેસ્ટના આધાર પર જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે છે. 
 
કૉમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021) માં સામેલ થનારા ઉમેદવાર આ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આઈઆઈએમ અમદાવાદ  (IIM Ahmedabad) એ પોતાની ઓફિશિયલ વેબસાઈટ iimcat.ac.in પર પરિણામ જાહેર કરી દીધુ છે.  જ્યાથી વિદ્યાર્થી સહેલાઈથી પરિણામ જોઈ શકે છે. આઈઆઈએમ અમદાવાદ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ (CAT Exam 2021) પરીક્ષા આંસર-કી ડિસેમ્બરમાં જ રજુ કરવામાં આવી હતી. 
 
પરિણામ જોવા માટે કરો આ કામ 
 
કૉમન એડમિશન ટેસ્ટનુ પરિણામ જોવા માટે સૌ પહેલા આઈઆઈએમ કૈટની ઓફિશિયલ વેબસાઈટ iimcat.ac.in પર જવુ પડશે.  ત્યારબાદ વેબસાઈટની હોમપેજના ટોપ પર સ્કોર 2021 લખેલા લિંક પર ક્લિક કરવુ પડશે. જ્યા એક નવી વિંડો ઓપન થશે. અહી કૈટ લોગિન ક્રેડેંશિયલનો યૂઝર આઈડીઅને પાસવર્ડ માંગવામાં આવશે. આ બંને નાખ્યાપછી લોગિન બટન પર ક્લિક કરવુ પડશે. આ પ્રક્રિયા પુરી થ તા જ્કૈટ 2021નુ પરિણામ સ્ક્રીન પર આવી જશે. 

જાણો શું છે CAT પરીક્ષા
 
વર્ષ 2021 દરમિયાન આ પરીક્ષામાં નવ વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. જ્યારે 19 વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. CAT નો અર્થ કોમન એડમિશન ટેસ્ટ છે. તે કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવે છે. આ પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) દ્વારા લેવામાં આવે છે. CAT દ્વારા, વિદ્યાર્થીઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામનો અભ્યાસ કરે છે. 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન પાસ કરનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકે છે.