ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (09:31 IST)

LRDમાં શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો આ માપદંડો પર ખરા ઊતરશે તો જ લેખિત પરીક્ષા આપી શકશે

લોકરક્ષક દળની ભરતીમાં રાજ્યમાં 9.46 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે. કુલ 10 હજારથી વધુ જગ્યાઓ માટે થનારી ભરતી માટે રાજ્યભરના ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો હાલમાં શારીરિક અને લેખિત પરીક્ષાની સાથે જ તૈયારી કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારે લેખિત પરીક્ષા સુધી પહોંચવા માટે બે પડાવમાંથી પસાર થવું પડશે. પહેલો શારીરિક પરીક્ષા, બાદમાં શારીરિક માપદંડની કસોટી. શારીરિક કસોટીમાં 25 મિનિટમાં 5 કિલોમીટર દોડનાર પુરુષ અને 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે તક આપવામાં આવશે.લોકરક્ષક દળની ભરતી પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં પણ આ વાતની જાણકારી આપવામાં આવી છે, જે મુજબ, પુરુષ વર્ગના ઉમેદવારોમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી, છાતી ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવેલી 84 સેમી તથા વજન 50 કિલોથી વધારે હોવું જરૂરી છે. આવી જ રીતે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે ઊંચાઈ 165 સેમી, છાતી ફૂલાવ્યા વગર 79 સેમી તથા ફૂલાવેલી 84 સેમી
અને વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ. પુરુષ ઉમેદવારોની છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેમી થવો જોઈએ.અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેમી અથવા વધુ તથા વજન 40 કિલોથી વધુ હોવું જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ મહિલા ઉમેદવારો માટે ઉંચાઈ 155 સેમી અથવા વધુ તથા વજન 40 કિલોથી હોવું જોઈએ.નોંધનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા 9 નવેમ્બરના રોજ પૂરી થઈ ગઈ. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ છે. 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે.