બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (13:09 IST)

લોકસભા ચૂંટણી 2019- કોંગ્રેસને ફટકો, ગુજરાતની તમામ 26 બેઠકો પરથી NCP ઉતારશે પોતાના ઉમેદવાર

ગુજરાતમાં NCP કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહી કરે. ગુજરાતમાં NCP તમામ 26 બેઠકો પરથી પોતાના ઉમેદારો ઉતારશે. આ અગાઉ તેવી અટકળો હતી કે, ગુજરાતમાં કોંગ્રેસ અને NCP  ગઠબંધન કરશે પરંતુ હવે NCPએ નક્કી કર્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરે. થોડા સમય પહેલી સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા હતા. હવે NCP ગઠબંધનની વાત સાઇડમાં મુકી ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારવાની વાત કરી છે. NCPનો આ નિર્ણયથી મતવિભાજન થવાની શક્યાતા છે અને જેનો કોંગ્રેસને ફટકો પડશે.