શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 11 માર્ચ 2019 (17:37 IST)

Lok Sabha Election 2019: જાણો આ વખતે લોકસભા ચૂંટણીમાં શુ હશે નવુ ?

ચૂંટણી પંચ દ્વારા રવિવારે જેની રાહ જોવાઈ રહી હતી તેવી 17મી લોકસભાના ચૂંટણી (Lok Sabha Election) કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં 11 એપ્રિલથી શરૂ થનારુ ચૂંટણી સમર એક મહિનાથી વધુ સમય સુધી ચાલશે. જેમા એક બાજુ ભાજપા ફરીથી સત્તારૂઢ થવાની દરેક શક્ય કોશિશ કરશે તો બીજી  બાજુ વિપક્ષી દળ એકજૂટ થઈને મોદી સરકારને સત્તામાંથી હટાવવાનો ભરપૂર પ્રયાસ કરહ્સે.  ચૂંટણી પંચે લોકસભા અને ચાર રાજ્યો - આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેના હેઠળ સાત ચરણમાં 11 એપ્રિલથી 19 મે સુધી થનારા મતદાન પછી 23 મે ના રોજ મતગણના થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં 16મી લોકસભાની ચૂંટણી 9 ચરણમાં કરવાઈ હતી. 2019ના લોકસભા ચૂંટણીમાં તમને અનેક નવા નિયમ અને જોગવાઈ પહેલીવાર જોવા મળશે. આ વખતે 
ઉમેદવારોને જાહેરાત આપીને પોતાનુ અપરાધિક રેકોર્ડ બતાવવુ પડશે.  આ સાથે જ તેમને સોશિયલ મીડિયા એકાઉંટની માહિતી આપવી પડશે.  
Lok Sabha Election 2019 માં શુ હશે નવુ ?
 
1. ચૂંટણી કમિશને ચૂંટણી અભિયાનમાં સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખતા ચૂંટણી દરમિયાન તેના દુરુપયોગથી ખોટા સમાચાર અને ખોટી માહિતીના 
 
પ્રસાર અને છદ્મ પ્રચારને રોકવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં સખત જોગવાઈ કરી છે. 
 
2. મુખ્ય ચૂંટણી પ્રમુખ સુનીલ અરોડાએ જણાવ્યુ કે આ ચૂંટણીમાં ભાગ લેનારા બધા ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટની માહિતી ચૂંટણી કમિશનને આપવી 
 
પડશે. ચૂંટણીમાં સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા માટે કમિશને લોકસભા ચૂંટણીમાં પહેલીવાર આ પહેલ કરી છે આ પહેલા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં પણ 
 
આ વ્યવ્સ્થા કરવામાં આવી હતી. 
 
3. ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે પોતાના અપરાધિક રેકોર્ડને ઓછામાં ઓછા ત્રણવાર છાપા અને ટીવી પર જાહેર કરવા અનિવાય કર્યા છે.  આ સંબંધમાં 
 
આદેશ 10  ઓક્ટોબરના રોજ રજુ કરવામાં આવ્ય હતો પણ 11 એપ્રિલથી 19 મે સુધી થનરા આ લોકસભા ચૂંટણીમાં પહેલીવાર તેનો ઉપયોગ કરવામા આવશે. 
 
4. નિર્દેશ મુજબ રાજનીતિક દળોને પણ પોતાના ઉમેદવારો માટે અપરાધિક રેકોર્ડની જાહેરાત આપવાની રહેશે. મતલ છે કે ચૂંટણી લડનારા ઉમેદવારો અને પાર્ટીઓના પ્રચાર સમય દરમિયાન વ્યાપક રૂપથી પ્રસારિત સમાચાર પત્રો અને લોકપ્રિય ટીવી ચેનલોમાં ઓછામાં ઓછી ત્રણ જુદી જુદી તારીખો પર પોતાના અપરાધિક રેકોર્ડને સાર્વજનિક કરવો પડશે. જે ઉમેદવારોનો અપરાધિક રેકોર્ડ નથી તેમને આ વાતનો ઉલ્લેખ કરવો પડશે. 
5. ચૂંટણી પંચે કહ્યુ કે પાર્ટીઓએ પોતાના ઉમેદવારો વિશે પોતાની વેબસાઈટ પર માહિતી આપવી અનિવાર્ય રહેશે.  જો કે ચૂંટણી આયોગે આ નથી જણાવ્યુ કે શુ ઉમેદવારોએ 
 
પ્રચાર માટે તમારા ખિસ્સાથી ચુકવણી કરવી પડશે 
 
6. ચૂંટણી પંચે કહ્યુ કે પાર્ટીઓને પોતાના ઉમેદવારો વિશે પોતાની વેબસાઈટ પર માહિતી આપવી અનિવાર્ય રહેશે. જો કે ચૂંટણી પંચે આ નથી જણાવ્યુ કે શુ ઉમેદવારોને 
 
પ્રચાર માટે પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવી પડશે.  ચૂંટણી પંચે જણાવ્યુ કે શુચિતા કાયમ રાખવામાં જનતાની ભાગીદારીને પણ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર મોબાઈલ એપ સી વિજલનો ઉપયોગ કરવામાં આવશે.  જેના દ્વારા કોઈપણ નાગરિક ચૂંટણી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ કરી શકશે.  જેના પર સબદ્ધ પ્રાધિકારીને 100 મિનિટની અંદર કાર્યવાહી કરવી અનિવાર્ય છે. આ પહેલા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીમા આ એપને સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો. 
 
7 ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા ફેક ન્યુઝ પર નજર રાખવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાર પર લગામ લગવવા માટે સોશિયલ મીડિયા સાઈટ તથ્યોની તપાસ શોધ  કરનારાને ગોઠવશે. 
 
8. મુખ્ય ચૂંટણી પ્રમુખ સુનીલ અરોડાએ કહ્યુ કે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ એ એવુ તંત્ર બનાવ્યુ છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફક્ત એ જ રાજનીતિક જાહેરાતોને સ્વીકર કરવામાં આવશે જે પહેલાથી પ્રમાણિત હોય. તે આ મદમાં થયેલ ખર્ચની વિગત પણ ચૂંટણી અધિકારીઓએન શેયર કરશે. 
 
9. ચૂંટણી પંચે કહ્યુ કે ઈવીએમ અને પોસ્ટર બૈલટ પેપરો પર બધા ઉમેદવારોની તસ્વીરો રહેશે જેથી વોટર ચૂંટણી મેદાનમાં પોતાની કિસમત અજમાવી રહેલ નેતઓની ઓળખ કરી શકે. આયોગે કહ્યુ કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)મી બૈલત એકમો અને પોસ્ટલ બૈલટ પેપરો પર તસ્વીરો છપાયેલી રહેશે. આ માટે ઉમેદવારોને પંચ તરફથી નિર્ધારિત શરતો પર અમલ કરતા ચૂંટણી અધિકારી પાસે પોતાની તાજેતરની સ્ટૈન સાઈઝ તસ્વીર આપવી પડશે. 
 
10. ચૂંટણી આયોગે એ પણ કહ્યુ કે પહેલીવાર 2009ના ચૂંટણી સમય ફોટો યુક્ત મતદાતા યાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષ અસમ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેંડમાં ફોટો યુક્ત મતદાતા યાદી નહોતી. જ્યારે કે અસમ અને નાગાલેંડમાં મતદાતા ફોટો ઓળખ પત્ર નહોતા વેચાયા. હવે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફોટો યુક્ત મતદાતા યાદી છે અને 99.72 ટકા મતદાતાઓની તસ્વીરો મતદાતા યાદીમાં પહેલાથી રહેલી છે. આ ઉપરાંત 99.36 ટકા મતદાતાઓને એપિક આપવામાં આવ્યા છે.