બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (15:30 IST)

વિજય ભાષણમાં બોલ્યા મોદી - આ 3 તરાજૂ પર તોલતા રહેજો, કમી દેખાય તો કોસતા રહેજો

લોકસભા ચૂંટણીમાં મળેલ ઐતિહાસિક જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. અ અ દરમિયાન તેમણે 3 વાતોનો ઉલ્લેખ કરતા જનતાને કહ્યુ કે મને આ ત્રણ તરાજૂમાં તોલતા રહેજો અને કમી દેખાય તો કોસતા રહેજો 
 
નરેન્દ્દ્ર મોદીએ કહ્યુ કે કામ કરતા કરતા ભૂલ થઈ શકે છે પણ કોઈ પણ કામ ખરાબ દાનતથી નહી કરુ. સાથે જ તેમણે કહ્યુ, "હુ મારે માટે કશુ નહી કરુ. મારા સમયની ક્ષણ ક્ષણ મારા શરીરનો કણ કણ ફક્ત દેશવાસીઓ માટે છે. જનતા જ્યારે પણ મારુ મૂલ્યાંકન કરે આ ત્રણ તરાજૂઓ પર મને કોસતી રહે. ક્યારેય કોઈ કમી રહી જાય તો મને કોસતા રહેજો. પણ હુ વિશ્વસ અપાવુ છુ કે હુ સાર્વજનિક રૂપથી જે વાતો બતાવુ છુ તેને જીવવા માટે ભરપૂર પ્રયાસ કરીશ. 
 
વિપક્ષને સાથે લઈને ચાલવાની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ, 'ચૂંટણીમાં શુ શયુ, કેવી રીતે થયુ, કોણ બોલ્યુ, શુ બોલ્યુ એ મારે માટે એ વાતો વીત ચુકી છે. હવે આપણે આગળ વધવાનુ છે. વિરોધીઓને પણ સાથે લઈને ચાલવાનુ છે. લોકતંત્રની મર્યાદાઓ વચ્ચે ચાલવાનુ છે. સવિધાનનો ભાવ પકડતા ચાલવાનુ છે. 
 
તેમણે કહ્યુ હુ વિશ્વાસ અપાવવા માંગુ છુ કે જનતાએ આ ફકીરની ઝોળી તો ભરી નાખી. આશા અને આંકાક્ષાઓ સાથે ભરી છે. હુ જાણુ છુ. હુ તેની ગંભીરતને પણ સમજુ છુ. પણ હુ કહીશ કે જનતાએ 2014માં ઓછુ જાણતા મારા પર વિશ્વાસ કર્યો અને 2019માં જાણ્યા પછી ફરી મારા પર વિશ્વાસ કર્યો. હુ તેની પાછળની ભાવનાને સારી રીતે સમજુ છુ. તેથી હુ કહેવા માંગુ છુ કે દેશે જે જવાબદારી આપી છે. એ માટે મારુ વચન છે કે હુ ખરાબ દાનતથી કોઈ કામ નહી કરુ. 
 
પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ મહાભારતનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ, 'જ્યારે મહાભારતનુ યુદ્ધ સમાપ્ત થયુ તો કૃષ્ણને પૂછવામાં આવ્યુ કે તમે કોના પક્ષમાં હતા. હુ સમજુ છુકે તે સમયે ભગવાને જે જવાબ આપ્યો આજે એ જ જવાબ જનતાએ કૃષ્ણના રૂપમાં આપ્યો છે. ભગવાને  એ સમયે કહ્યુ હતુ કે હુ કોઈના પક્ષમા નહોતો. હુ તો ફક્ત હસ્તિનાપુર માટે હસ્તિનાપુરના પક્ષમાં ઉભો હતો.  આજે 130 કરોડ જનતા ભારત માટે ભારતના પક્ષમાં ઉભી છે. દેશના સામાન્ય નાગરિકની ભાવના ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે."