શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (10:02 IST)

Ahilyabai Holkar Jayanti - આ જાનવરને કારણે પોતાના રથ વડે પુત્રને મારવા માંગતી હતી મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર

એકવાર મધ્યપ્રદેશના ઈંદોર નગરમાં મહારાણી દેવી અહિલ્યાબાઈ હોલ્કરના પુત્ર માલોજીરાવનો રથ નીકળ્યો તો તેમને રસ્તામાં એક નવજાત વાછરડુ આવી ગયુ. ગાય ત્યા જ રોડ કિનાર વાછરડાથી દૂર ઉભી હતી. વાછરડુ માલોરાવજીના રથની ચપેટમાં આવીને ત્યા ઘાયલ થઈ ગયુ અને ત્યા જ તેનુ તરફડીને મોત થયુ. માલોજીરાવનો રથ આગળ નીકળી ગયો. ગઆય ત્યા રસ્તા પર વાછરડા પાસે આવીને બેસી ગઈ. 
 
થોડીવાર પછી અહિલ્યાબાઈ ત્યાથી પસાર થયા. તેમને મૃત વાછરડા પાસે બેસેલી ગાયને જોઈ તો તેમને સમજવામાં મોડુ ન થયુ કે કોઈ દુર્ઘટનાને કારણે વાછરડાનુ મોત થયુ છે. તેમને બધી માહિતી મંગાવી. બધો ઘટનાક્રમ જાણતા અહિલ્યાબાઈએ દરબારમાં માલોજીની પત્ની મેનાબાઈને પુછ્યુ કે, જો કોઈ વ્યક્તિ કોઈ માતાની સામે તેના પુત્રની હત્યા કરી નાખે તો તેને શુ દંડ મળવો જોઈએ ?  માલોજીની પત્નીએ જવાબ આપ્યો, તેને પ્રાણદંડ મળવો જોઈએ.. અહિલ્યાબાઈએ માલોરાવને હાથ પગ બાંધીને રસ્તા પર નાખવાનુ કહ્યુ અને પછી તેમને આદેશ આપ્યો કે માલોજીને રથ સાથે અથડાઈને મૃત્યુ દંડ આપવામાં આવે.  કોઈપણ સારથી આ કાર્ય કરવા તૈયાર નહોતુ.  અહિલ્યાબાઈ ન્યાયપ્રિય હતી. કહેવાય છે જે જ્યારે કોઈ સારથી આગળ ન આવ્યો તો તેઓ ખુદ આ કાર્ય માટે રથ પર સવાર થઈ ગયા.. 
 
તે રથને લઈને આગળ વધી જ હતી કે એક આશ્ચર્યજનક ઘટના બની. એ જ ગાય રથ સામે આવીને ઉભી રહી ગઈ. તેને વારેઘડીએ હટાવવા છતા તે ફરી રથ સામે આવીને ઉભી થઈ જતી. આ જોઈને મહામંત્રીએ કહ્યુ, આ બેજુબાન જાનવર પણ નથી ઈચ્છતુ કે કોઈ અન્ય માતા સાથે પણ આવુ જ થાય. એ તમારી પાસે માલોજી માટે દયાની ભીખ માંગી રહી છે. ઈંદોરમાં જે સ્થાન પર આ ઘટના બની એ સ્થાન આજે પણ આડા બજારના નામથી ઓળખાય છે.