શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : મંગળવાર, 13 માર્ચ 2018 (18:35 IST)

શુ મોહમ્મદ શમીની 'બેવફાઈ' તેનુ કેરિયર ડુબાડશે ?

છેલ્લા બે દિવસથી ભારતીય મીડિયામાં મોહમ્મદ શમી છવાયેલા છે પણ ખોટા કારણોથી.. 
બે દિવસ પહેલા તેમની પત્ની હસીન જહાં એ સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીનશૉટ નાખ્યા જેના પરથી એ અંદાજ થાય છ એકે શમી કેટલીક બીજી મહિલાઓ સાથે આપત્તિજનક વાતચીત કરી રહ્યા છે. 
 
આ સ્ક્રીનશૉટમાં વોટ્સએપ પર કરવમાં આવેલ  વાતચીત હતી. જે ખૂબ જ પ્રાઈવેટ હતી. તેના બીજા દિવસે તેમની પત્ની મીડિયામાં આવી ગઈ. એ પણ વધુ ગંભીર આરોપો સાથે. હસીને મીડિયાને કહ્યુ જે કંઈ મે પોસ્ટ કર્યુ તે તો આખી સ્ટોરીનો એક ભાગ જ છે. તેમના અનેક મહિલાઓ સાથે સંબંધ છે. પરિવારમાં બધા મને ટોર્ચર કરે છે.  આ ટોર્ચર સવારે બે-ત્રણ વાગ્યા સુધી ચાલતુ હતુ.  તે મને મારવા પણ માંગતા હતા. 
 
શમીએ આપી સફાઈ 
 
પોતાની સફાઈમાં શમીએ કહ્યુ કે આ બધુ ષડયંત્ર છે  તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ. આ અમારી પર્સનલ જીવન વિશે જેટલા સમાચાર આવી રહ્યા છે તે બધુ એકદમ ખોટુ છે.  મને બદનામ કરવા અને મારો ખેલ ખરાબ કરવાની કોશિશ છે. 
 
જ્યારે શમીની પત્ની ટીવી ચેનલો પર આરોપ લગાવતી જોવા મળી હતી અને શમી પોતાની સફાઈ રજુ કરી રહ્યા હતા. ત્યા સુધી આ એક ખાનગી મામલો હતો પણ થોડી જ વારમાં આ સ્ટોરીએ એક વધુ મોડ લઈ લીધો. 
 
સુપ્રીમ કોર્ટની તરફથી નિમણૂક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ ઈત્તફાકથી બુધવારે જ ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018ના સમય માટે ખેલાડીઓનો વાર્ષિક કરાક જાહેર કર્યો. 
 
પણ બધાને આશ્ચર્યમાં નાખતા આ સમગ્ર લિસ્ટમાં મોહમ્મદ શમીનુ નામ નથી. આ યાદીમાં કુલ 26 ખેલાડી છે. પણ શમી નથી. તેમાથી એ+માં પાંચ એ બી અને શ્રેણીમાં સાત સાત ખેલાડીનો સમાવેશ છે. 
બંને ઘટનાઓ જોડાયેલી ?
 
દેખીતુ છે કે જ્યારે આ સમાચાર આવ્યા તો મીડિયાએ લિસ્ટમાંથી શમીનુ નામ ગાયબ થવા અને તેમની પત્ની તરફથી લગાવેલ ગંભીર આરોપોને જોડીને સમાચાર ચલાવવા શરૂ કરી દીધા. ભારતીય ક્રિકેટ બોર્ડે ત્યા સુધી આ વિશે કશુ કહ્યુ નહોતુ. 
 
પણ એક વાતચીતમાં ગુરૂવારે આ વાતની ચોખવટ પણ થઈ ગઈકે આ બંને ઘટનાક્રમોની પરસ્પર ખરેખર લેવડ-દેવડ છે. 
 
બોર્ડના એક અધિકારીને જ્યારે આ પૂછવામાં આવ્યુ કે શુ મોહમ્મદ શમીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે તો તેમને નામ ન છાપવાની શરત પર જણાવ્યુ કે મોહમ્મદ શમીને ટીમમાંથી બહાર નથી કર્યો. તે સેંટ્રલ કૉંટ્રેકટવાળો ખેલાડી છે પણ તેનુ નામ હાલ રોકવામાં આવ્યુ છે. 
શુ આ નામ રોકવાને કારણે શમી અને તેમની પત્ની વચ્ચે વિવાદ છે તેમણે કહ્યુ હા પણ શુ મેદાનમાં પ્રદર્શન અને ખાનગી જીવનના વિવાદોને પરસ્પર કોઈ લેવડ દેવડ છે. જેવુ કે મે કહ્યુ કે તે  સેંટ્રલ કૉન્ટ્રેક્ટ મેળવતો ખેલાડી છે અને તેમનુ નામ ફક્ત રોકવામાં આવ્યુ છે અને આવુ આ તાજેતરની ઘટનાને કારણે કરવામાં આવ્યુ છે. 
 
આગળ નિર્ણય બીસીસીઆઈ કરશે 
 
પણ શુ પહેલા ક્યારેય કોઈ ખેલાડી સાથે આવુ કરવામાં આવ્યુ છે. તેણે કહ્યુ શુ તમને અતીતમાં આવી કોઈ ઘટના યાદ છે ?મોહમ્મદ શમીનુ ભવિષ્ય શુ છે. તેમણે કહ્યુ, ''અમે જોઈ રહ્યા છે કે આગળ શુ થાય છે જો બધુ ઠીક હોય છે તો તેમનુ નામ પણ લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવશે. 
 
પણ શુ ક્રિકેટ બોર્ડે શમી વિરુદ્ધ કોઈ તપાસ બેસાડી છે. તેણે કહ્યુ આ મામલે બોર્ડ કોઈ તપાસ નથી કરી શકતુ. આ એક પારિવારિક મામલો છે અને પતિ-પત્ની વચ્ચે છે. તેથી અમે આ મામલા પર  નજર રાખી રહ્યા છે. 
 
પણ જ્યારે બોર્ડ ખુદ કોઈ તપાસ જ નથી કરી રહ્યુ તો આ નિર્ણય પર ક્યારે અને કેવી રીતે પહોંચાશે શમી પર લાગેલ આરોપ સાચા છે કે ખોટા. બોર્ડના અધિકારીએ કહ્યુ, ''જ્યારે આ સ્પષ્ટ થઈ જશે કે તેમના પર લાગેલ આરોપ સાચા નથી તો તેમનુ નામ ક્લીયર કરી દેવામાં આવશે."
 
હવે આગળ શુ થશે ?
 
પત્ની તરફથી આરોપ લગાવતા પહેલા આ આશા કરવામાં આવી રહી હતી કે શમીને ગ્રેડ એ કે બી કૉન્ટ્રેક્ટ મળશે. જો આવુ હોત તો તે પાંચ કે ત્રણ કરોડ રૂપિયા સાથે રીટેનર થતા. 
 
વેબસાઈટ ક્રિકઈંફો મુજબ સીઓએના ચેયરમેન વિનોદ રાય મુજબ લિસ્ટમાં શમીનુ નામ સામેલ કરવાને લઈને બોર્ડ ખુદ ફસાયેલુ અનુભવી રહ્યુ હતુ. 
 
તેમણે કહ્યુ, ''સામાન્ય રીતે તમે તેને જુદી રીતે જોતા અને કહેતા કે આ એક વ્યક્તિગત મુદ્દો છે અને કરાર પ્રોફેશનલ મામલો છે. પણ બીજી બાજુ સહેલાઈથી એવુ પણ કહી શકાય છે કે આરોપ ખૂબ ગંભીર છે અને છતા પણ તેને રિવાર્ડ આપવામાં આવી રહ્યો છે.''
 
મોહમ્મદ શમીનું આ પ્રકારના વિવાદોમાં ફસાવવુ અને વિવાદની તેમના રમત પર અસર પડવી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. કારણ કે તે ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહથી સજેલી ભારતીય પેસ બેટરીનો મહત્વનો ભાગ બની ગયા હતા. 
 
તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ ટેસ્ટ મેચમાં તેમનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. તેઓ અત્યાર સુધી રમાયેલ કુલ 30 ટેસ્ટ મેચમાં 110 વિકેટ લઈ ચુક્યા છે અને સરેરાશ 28.90નું છે કેટલાક લોકો તેને શમી સાથે અન્યાય માની રહ્યા છે પણ કેટલાક બીસીસીઆઈની મજબૂરી સમજી રહ્યા છે. વરિષ્ઠ રમત પત્રકાર ધર્મેન્દ્ર પંતે એક વાતચીતમાં કહ્યુ કે એક બાજુ શમીની પત્ની ગંભીર આરોપ લગાવી રહી છે અને ફરિયાદ કરી રહી છે. જો એ જ દિવસે બોર્ડ તેમના નામનુ એલાન કરતુ તો તેનાથી ખૂબ બબાલ મચી જતી. 
 
કોડ ઑફ કંડક્ટનો સવાલ 
 
પંતે કહ્યુ, ''અતીતમાં બીજા ખેલાડીઓ વિરુદ્ધ જ્યારે આવી ફરિયાદ આવી છે તો તેમને પણ નુકશાન સહન કરવુ પડ્યુ છે. બીસીઆઈ વેટ એંડ વૉચની રણનીતિ અપનાવી રહી છે. જો આગળ બધુ ઠીક રહે છે તો શમીને 5 કરોડવાળો કૉન્ટ્રેક્ટ આપવામાં આવશે. 
 
પણ શુ આ બંને વસ્તુઓને જુદી નહોતી રાખી શકાતી. તેના પર તેમણે કહ્યુ ''જ્યારે તમે દેશ માટે રમી રહ્યા છો તો તમારો વ્યવ્હાર યોગ્ય રહેવો જોઈએ.  મેદાનમાં જ નહી પણ તેની બહાર પણ એક કોડ ઓફ કંડક્ટ હોય છે.''
 
પણ આ હાલ સાબિત ક્યા થયુ છે કે શમી દોષી છે. જેના પર પંતનુ કહેવુ હતુ આ વાત સાચી છે તેથી હાલ તેમનુ નામ હટાવ્યુ નથી. પણ વિદહેલ્ડ કરવામાં આવ્યુ છે. જો બુધવારે તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવામાં આવતો તો બીસીસીઆઈ પર પણ આંગળી ચિંધાતી.