શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (13:35 IST)

National Science day Speech - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આપી શકો છો આ સહેલુ ભાષણ

National Science Day
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર દેશ ભરમાં ખાસ કરીને શાળા કોલેજોમાં અનેક પ્રકારની હરિફાઈ અને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે જેથી બાળકોની વૈજ્ઞાનિક સોચનુ નિર્માણ થાય અને વિજ્ઞાન પ્રત્યે તેમની રુચિ વધે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે શાળા કોલેજોમાં શિક્ષક અનેક પ્રકારના સવાલોના જવાબ આપીને વિદ્યાર્થીઓના મનમાં જ્ઞાન અને રુચિને વધારે છે. નેશનલ સાયંસ સેંટરમાં પહોચીને આ દિવસના મહત્વ અને રમણ પ્રભાવ વિશે વિસ્તારથી જાણી શકાય છે. જો તમે શાળામાં કોઈ ભાષ્ણ હરિફાઈમાં ભાગ લઈ રહ્યા છો તો અહીથી તમે આઈડિયા લઈ શકો છો. 
 
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર ભાષણ 
 
આદરણીય મુખ્ય અતિથિ/આચાર્ય, મારા શિક્ષકો અને મારા વ્હાલા મિત્રો 
 
આપ સૌને વિજ્ઞાન દિવસની હાર્દિક શુભકામનાઓ. સૌથી પહેલા હુ મહાન ભારતીય વિજ્ઞાનિક ડો. સીવી રમને નમન કરુ છુ કે જેમની મહાન શોધની યાદમાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય રહ્યો છે. મિત્રો દર વર્ષે ભારતમાં 28 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસે જાણીતા ભારતીય વૈગ્યાનિક સીવી રમને પોતાની શોધ રમને ઈફેક્ટની જાએહ્રા કરે હતી જ્યારબાદ તેમણે 1930માં નોબલ પુરસ્કાર મળ્યો હતો. ભારત સરકારે 1986મા&ં નક્કી કર્યુ કે દર વર્ષે 28 ફેબ્રુઆરીનો દિવસ સીવી રમન દ્વારા રમન ઈફેક્ટની શોધ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રૂપમાં ઉજવાશે. પહેલો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 1987ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 
 
આજના દિવસે  દેશભરમાં વિજ્ઞાન અને નવી નવી શોધ, આવિષ્કારને પ્રોત્સાહિત કરવા અને તેના મહત્વને બતાવવા માટે અનેક પ્રકારના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે. સીવી રમન સહિત દેશના મહાન વૈજ્ઞાનિકોને યાદ કરવામાં આવે છે. ભારત સરકાર વૈજ્ઞાનિકોને તેમના પ્રશંસનીય કાર્યો માટે સન્માનિત કરે છે. સાથે જ યુવા અને વિદ્યાર્થી વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ આવ્યા જેને માટે યોજનાઓ જાહેર કરવામાં આવે છે. 
 
હવે મિત્રો હુ આપને સીવી રમન વિશે બતાવુ છે જેમની ઉપલબ્ધિને લઈને આ દિવસ ઉજવવો શરૂ થયો. સીવી રમનનુ આખુ નામ હતુ ચંદ્રશેખર વેંકટ રમન. તેમનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુચિલાપલ્લીમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકીના લેક્ચરર હતા. તેમને વિશાખાપટ્ટનમના સેંટ એલોયસિસ એંગ્લો-ઈંડિયન હાઈસ્કુલ અને તત્કાલીન મદ્રાસના પ્રેસીડેન્સી કોલ્જેથી અભ્યાસ કર્યો. પ્રેસીડેન્સી કોલેજથી તેમણે 1907માં એમએસસી પુર્ણ કર્યુ.  યૂનિવર્સિટી ઓફ મદ્રાસમાં તેમણે ફિઝિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. 1907થી 1933ની વચ્ચે કલકત્તામાં ઈંડિય ન એસોસિએશન ફોર ધ કલ્ટીવેશન ઓફ સાયંસમાં કામ કર્યુ.  આ દરમિયાન તેમણે ફિઝિક્સ સાથે જોડાયેલ અનેક વિષયો પર ઉંડુ રિસર્ચ કર્યુ. 
 
હવે હુ તમને બતાવુ છુ સીવી રમનની મહાન શોધ રમન ઈફેક્ટ વિશે. જ્યારે તેઓ એકવાર લંડનથી ભારત આવી રહ્યા હતા ત્યારે સમુદ્રના જળને લીલુ જોઈને તેમના મનમાં જીજ્ઞાસા ઉભી થઈ કે આ પાણી ભુરુ કેમ છે. તેના પર તેમણે ભારતમાં આવીને રિસર્ચ કર્યુ. પારદર્શી પદાર્થમાંથી પસાર થતા પ્રકાશની કિરણોમાં આવનારા ફેરફાર પર કરવામાં આવેલ મહત્વપોર્ણ શોધને રમન પ્રભાવ (રમન ઈફેક્ટ)ના નામથી ઓળખવમાં આવે છે.  જ્યારે પ્રકાશની કિરણો જુદી જુદી વસતુઓ સાથે અથડાય છે કે તેમાથી થઈને પસાર થાય છે તો તરંગોના વિખરાય ગયા બાદ તેના પર અને તેને ગતિ પર શુ અસર થાય છે તેને શોધ આ બધુ બતાવે છે. રમન ઈફેક્ટ શોધનો ઉપયોગ આજે આખી દુનિયામાં થઈ રહ્યો છે. 1954 માં ભારત સરજારે તેમને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કર્યા.  ભૌતિકીમાં નોબલ પુરસ્કાર જીતનારા તેઓ ભારત જ નહી પણ એશિયાના પહેલા વૈજ્ઞાનિક હતા. 
 
રિટાયરમેંટ પછી તેમણે બેંગલુરુમાં રમન રિસર્ચ ઈંસ્ટીટ્યુટ સ્થાપિત કર્યુ 1947 તેઓ પ્રતિષ્ઠિત ઈંડિયન ઈસ્ટીટ્યુટ ઓફ સાયંસ ના ડાયરેક્ટર બન્યા. 21 નવેમેબર 1970ના રોજ તેમનુ અવસાન થયુ. 
 
મિત્રો આજના દિવસે આપણે સાયંસ પ્રત્યે આપણી શોધને પ્રોસ્તાહિત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. દૈનિક જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે બધાએ જાગૃત હોવુ ખૂબ જરૂરી છે. 


Edited By - Kalyani Deshmukh