1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. વાયરલ અને ટ્રેંડિંગ સમાચાર
  4. What Is 370 Rs Biryani Controversy

શુ છે 370 રૂપિયાની બિરયાની વિવાદ ? જેના પર સોશિયલ મીડિયા પર મચી બબાલ, પ્રણિત મોરેના શો માં યુવકે એવુ તો શુ કહી દીધુ

What is the rs 370 biryani controversy
What Is 370 Rs Biryani Controversy:  જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ ફેમ પ્રણિત મોરેના શોની એક ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જે "370 રૂપિયાની બિરયાની" તરીકે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વાયરલ વીડિયોમાં શો દરમિયાન એક યુવક પોતાની ડેટિંગ લાઈફનો કિસ્સો શેર કરતો જોવા મળે છે. જો કે, વાતચીત દરમિયાન આ યુવકે એક એવી ટિપ્પણી કરી દીધી જેને કારણે તે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયો છે અને તેનો ભારે ફજેતો થઈ રહ્યો છે.
 
આ વિવાદ એટલો વધી ગયો છે કે માત્ર તે યુવક જ નહીં, પરંતુ કોમેડિયન પ્રણિત મોરે પણ લોકોના આક્રોશનો ભોગ બન્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભારે ભડાસ કાઢી રહ્યા છે. એટલું જ નહીં, ઇન્ટરનેટ પર સામાન્ય લોકોની સાથે-સાથે કેટલીક જાણીતી હસ્તીઓએ પણ આ મામલે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને પોતાની નારાજગી જાહેર કરી છે.
 

શુ છે 370 રૂપિયાની બિરયાની વિવાદ ? 

 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હિમાંશુ જાંગડા નામના એક 22-23 વર્ષનો યુવક જે ગુરૂગ્રામમાં વેબ ડેવલોપરનુ કામ કરતો હતો એ પ્રણિતના શો માં પહોચ્યો હતો. આ દરમિયાન તેણે બતાવ્યુ હતુ કે એક યુવતી સાથે ડેટ પર  ગયો  હતો અને તેને માટે ચિકન બિરયાની પર 370 રૂપિયા ખર્ચ કર્યા હતા. અહી સુધી તો બધુ ઠીક હતુ પણ હિમાંશુ એ જે આગળ કહ્યુ તેના કારણે ખૂબ મોટો વિવાદ ઉભો થઈ ગયો. આગળ જ્યારે યુવતીએ હિમાંશુને કહ્યુ કે તે તેને ઘરે છોડી દે તો તેણે પોતાના પૈસા વસૂલવાની વાત કરતા પોતાની ખરાબ અને ગંદા ઈરાદાઓનો પર્દાફાશ કર્યો.  
 
હિમાશુ જાંગડાએ આગળ કહ્યુ કે જ્યારે તેણે પોતાની ફીમેલ ફ્રેંડ પર 370 રૂપિયા ખર્ચ કર્યા તો બદલામાં તે તેનો ફિઝિકલી લાભ ઉઠાવવા માંગતો હતો. તેણે યુવતીની ગરદન પકડીને કિસ કરવુ શરૂ કર્યુ હતુ. તેની આગળ હિમાંશુએ વધુ આપત્તિજનક વાતો કરી. જેને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર વિવાદ ઉભો થયો છે. આ મામલે હિમાંશુ સાથે સાથે લોકો પ્રણિત પર પણ ગુસ્સો બતાવી રહ્યા છે. કારણ કે તેમનુ કહેવુ છે કે વીડિયો તો તેના  જ ઈસ્ટાગ્રામ હેંડલ પર નાખ્યો છે તો તેઓ આ રોકી શકતા હતા. વિવાદ વધ્યા બાદ હિમાંશુને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. બીજી બાજુ પ્રણિતે પણ આ મામલે માફી માંગી લીધી હતી.   
 

હિમાંશુને નોકરીમાંથી કાઢ્યો, ઈસ્ટાગ્રામ એકાઉંટ કર્યુ બંધ  

હિમાંશુ જાંગરા ગુરુગ્રામ સ્થિત ડિઝાઇન કંપની સ્ટારવિક ડિઝાઇનમાં વેબ ડેવલપર તરીકે કામ કરતા હતા. જોકે, વાંધાજનક ટિપ્પણીઓ કર્યા બાદ, કંપનીએ તેમને કાઢી મૂક્યા. તેમણે આ વિવાદ માટે માફી માંગી અને તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું. જોકે, તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો અને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
 

પ્રણિત મોરેએ પણ માફી માંગી

પ્રણિત મોરે પણ આ વિવાદ માટે સમાચારમાં છે, કારણ કે આ ઘટના તેમના શોમાં અને તેમની સામે બની હતી. આશ્ચર્યજનક રીતે, હિમાંશુને રોકવા અને વિરોધ કરવાને બદલે, પ્રણિત તેમની વાંધાજનક ટિપ્પણીઓને ટેકો આપવા અને હસવાનું ચાલુ રાખ્યું. વધુમાં, તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શોમાંથી એક ક્લિપ પણ પોસ્ટ કરી. બાદમાં, ટીકાનો સામનો કર્યા બાદ, પ્રણિતે માફી માંગી, અને કહ્યું કે પ્રેક્ષકોનો અભિપ્રાય તેમનો પોતાનો નથી.
 

કુશા કપિલાએ રૂ. 370 બિરયાની વિવાદ પર પ્રહાર કર્યા

 
અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક કુશા કપિલાએ મહિલાઓને ખાસ અપીલ કરીને આ વિવાદનો જવાબ આપ્યો છે. તેણીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, "મહિલાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ખરાબ કોમેડી પર ખુલ્લેઆમ ટીકા કરે. કૃપા કરીને ડરશો નહીં. જો કોઈ હાસ્યાસ્પદ વર્તન કરી રહ્યું હોય, તો તેમને બદનામ કરો. આવી ક્લિપ્સ અપલોડ કરવી એ તમારી પસંદગી છે. થોડા જોક્સ કહેવા અને તમારી ચેનલ પર બતાવવા એ તમારી પસંદગી છે. બાય ધ વે, આ કોમેડી નથી. આ પ્રતિક્રિયા મેળવવા માટે બનાવવામાં આવેલ સામગ્રી છે. મને ખૂબ આનંદ છે કે ઘણી બધી સ્ત્રીઓ તેની ટીકા કરી રહી છે."

 

"હું મારા પોતાના પૈસાથી બિરયાની ઓર્ડર કરીશ અને ખાઈશ..."

 
કુશાએ આગળ લખ્યું, "ખૂબ સારું લાગે છે! મને ખૂબ મજા આવી રહી છે! હું આજે મારા પોતાના પૈસાથી બિરયાની ઓર્ડર કરીશ અને ખાઈશ." હિમાંશુ અને પ્રણિત બંનેએ આ ઘટના માટે માફી માંગી છે. આમ છતાં, કુશાએ પ્રણિતની ટીકા કરતા કહ્યું છે કે, "તમે જાહેર પ્રતિક્રિયા કહીને જવાબદારીથી છટકી શકતા નથી." કારણ કે આ પ્લેટફોર્મ તમારું હતું અને તમારે મહિલાઓ પર કરવામાં આવતી આવી ટિપ્પણીઓ પર ચૂપ નહોતુ રહેવુ. 
 

સાક્ષી શિવદાસાની બોલી - સસ્તી અને ઘૃણાસ્પદ કોમેડી 

 
મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાક્ષી શિવદાસાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, 'પ્રણિત મોરે કહે છે કે 'મારા દર્શકોનો અભિપ્રાય મારો પોતાનો નથી', પરંતુ તેણે ઇન્સ્ટાગ્રામ પર ક્લિપ પોસ્ટ કરી કારણ કે તેને રમુજી લાગ્યું કે ડેટ માટે પૈસા ચૂકવતો પુરુષ વિચારે છે કે તેણે સ્ત્રી સાથે સૂવાનો અધિકાર ખરીદ્યો છે.'
 
તેમણે આગળ લખ્યુ, 'અને ફરી જે કંપનીમાં તેઓ માણસ કામ કરે છે, તેણે તેને નોકરીમાંથી કાઢી મુક્યો, પણ સાથે જ એ પણ કહ્યુ કે આપણે આત્મ-ચિંતન કરવુ જોઈએ અને બદલવુ જોઈએ. જ્યારે કે આ વિચિત્ર અને મોટા માણસમાં ન તો વિચારવાની ક્ષમતા છે કે ન તો બદલવાની. એ વિચાર છે કે ડેટ પર પૈસા ચુકવવાના બદલામાં તેને સેક્સ મળવુ જોઈએ. આ એ વાતનો પુરાવો છે કે પુરૂષોને ત્યારે પરિણામ  માટે ભોગવવા પડે છે જ્યારે  સ્ત્રીઓ અવાજ ઉઠાવે છે, પણ એટલા માટે નહી કે પુરૂષોને પોતાને એવુ લાગે છે કે કંઈક તો ખોટુ થયુ છે. તેથી કોઈ પણ તમને એવુ કહીને ગેરમાર્ગે ન દોરવા દેસો કે આ કોઈ મોટી વાત નથી.  અને તેનાથી પણ વધુ જરૂરી વાત.. એ પણ ધ્યાન રાખો કે કોઈ પણ તમને એવુ કહીને ગેરમાર્ગે ન દોરે કે બધા પુરૂષ આવા નથી હોતા. જો કે આ તો ખૂબ જ  સસ્તી અને ઘૃણાસ્પદ વાત છે.  
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો