શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (00:24 IST)

Maha Shivratri 2020: મહાશિવરાત્રિ પર બની રહ્યો છે આ સંયોગ, આ ઉપાયોથી દરેક ઈચ્છા થશે પૂરી

Maha Shivratri 2020: મહાશિવરાત્રિ પર શિવની મહાકૃપા મેળવવા માટે તમને તેમના શ્રીચરણોનુ ધ્યાન કરવુ પડશે.  મહાશિવરાત્રી જ એ અવસર છે જ્યારે તમે મહાદેવનુ ધ્યાન અને વિશેષ પૂજા કરીને દેવાધિદેવ મહાદેવ પાસેથી મહાવરદાન મેળવી શકો છો.  આ દિવસે તમે ભોલે શંકરને પ્રસન્ન કરી તેમનો આશીર્વાદ મેળવી શકો છો.  આ વખતે શિવરાત્રિ પર અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. જે લગ્ન સંબંધી તમામ પરેશાનીઓ દૂર કરી શકે છે. 
 
શુ છે મહાશિવરાત્રીનો મહિમા ?  ( Significance of Maha Shivratri)
 
શિવરાત્રિ હિન્દુ પરંપરાનો એક ખૂબ મોટો તહેવાર છે. તેને ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવાય છે. એવુ કહેવામાં આવે છે કે આ દિવસે શિવ જીનુ પ્રાકટ્ય થયુ હતુ. આ ઉપરાંત શિવજીનો વિવાહ પણ આ દિવસે મનાવાય છે. આ દિવસે મહાદેવની ઉપાસનાથી વ્યક્તિને જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ શકે છે.  આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્રજાપ અને રાત્રિ જાગરણનુ વિશેષ મહત્વ છે. આ વખતે મહાશિવરાત્રિનો તહેવાર 21 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. 
 
મહાશિવરાત્રિ પર બની રહ્યો છે આ સંયોગ (Maha Shivratri vishesh sanyog)
 
આ મહાશિવરાત્રિ પર એવો વિશેષ સંયોગ બની રહ્યો છે જેનાથી એ લોકોને ખાસ લાભ મળવાનો ક હ્હે જે લોકો અત્યાર સુધી મનપસંદ વરની શોધમાં છે. કુંવારી કન્યાઓ અને કુંવારા પુરૂષો માટે આ મહાશિવરાત્રિ અજબ સંયોગ લઈને આવી છે. પણ આ સંયોગનો લાભ તમને ત્યારે મળશે જ્યારે તમે શિવની એટલી જ તપસ્યા કરશો જેટલી માતા પાર્વતીએ કરી હતી. 
 
 
મહાદેવની કૃપા મેળવવા માટેના ઉપાય  (Maha Shivratri puja vidhi)
 
 
- જો તમે ભગવાન શિવને તરત જ પ્રસન્ન કરવા માંગો છો તો તેમના લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ.   આ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી તે ભક્તના બધા કષ્ટ હરી તેમંને મનપસંદ ફળ પ્રદાન કરે છે  
- મહાદેવના જળાભિષેક દરમિયાન શિવલિંગ તમારા હાથ વડે સારી રીતે સ્પર્શ કરો 
- વાહન સુખ મેળવવા માટે રોજ શિવલિંગ પર ચમેલીનુ ફુલ અર્પિત કરો 
- શિવ મંદિરમાં રોજ સાંજના સમયે એક દીવો પ્રગટાવો 
- બિલિપત્ર પર ચંદનથી ૐ નમ: શિવાય લખીને શિવલિંગ પર અર્પિત કરો 
- કેસર મિશ્રિત જળથી શિવલિંગનો અભિષેક કરવાથી વિવાહ અને વૈવાહિક જીવન સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થાય છે. 
- કુંડળીના શનિ દોષ છે તો શિવલિંગ પર કાળા તલ મિક્સ કરીને ચઢાવો 
- શિવલિંગ પર ઘતુરો ચઢાવવાથી ઘર અને સંતાન સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થાય છે 
 
 
શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવશો આ વસ્તુઓ 
 
- હળદર આમ તો દરેક કાર્યમાં શુભ હોય છે પણ શિવજીની પૂજામાં હળદરનો પ્રયોગ વર્જિત છે. શાસ્ત્રો મુજબ શિવલિંગ પુરૂષ તત્વનુ પ્રતિક છે અને હળદર સ્ત્રીઓ સાથે સંબંધિત છે તેથી મહાદેવને હળદર નથી ચઢાવાતી 
- તુલસી પણ શિવજી પર ન ચઢાવવી જોઈએ. કારણ કે તુલસી શાપિત છે અને આ ઉપરાંત તુલસી શ્રીહરિની પટરાણી છે. તુલસીજીએ પોતાની તપસ્યાથી શ્રીહરિને પતિરૂપે પ્રાપ્ત કર્યા છે.