શુ તમે જાણો છો કે કાચંડા પાસેથી પણ કેટલું શીખવાનું છે!

શીખવા માટે કોઈ વ્યક્તિ નાની નથી હોતી

P.R
૧. અલગ અલગ આકાર, કદ અને માપ તેમ જ અલગ અલગ જાતિઓ

કાંચંડાની, અલગ અલગ આકાર, કદ અને માપની૧૫૦૦થી પણ વધારે જાતિઓ નોંધાયેલી છે. અને તેમ છતાં જીવવિજ્ઞાનીઓને હજૂ પણ કોઈ નવી જાતિ મળી આવે તો અચંબો પામવા જેવું નથી. ખૂબીની વાત એ છે કે આ બધી જ જાતિઓમાં, ભલે રંગ, રૂપ, કદ અલગ અલગ જોવા મળશે, પણ આપણે જે ખાસ લાક્ષણિકતાઓની વાત કરવાનાં છીએ, તે તો, સર્વસામાન્યપણે, જોવા મળે જ છે. તે ઉપરાંત જુદી જુદી જાતિઓમાં જે તે સમયની પરિસ્થિતિની સાથે અનુકૂલન કરવાને કારણે કેટલીક આગવી ખાસિયતો પણ જોવા મળે છે.

સંચાલન શીખઃ સામાન્યત: આપણે એમ માનીએ છીએ કે જેમ જેમ આપણી ઉંમર વધશે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ જ કેટલીક ખાસિયતો કામ આવશે અથવા તો કામ આવવા લાયક બની રહેશે. હાલમાં આપણે એ ખાસિયત ધરાવીએ છીએ કે તે ઉપયુકત કક્ષાએ વિકસેલ છે, કે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ; નથી કરતાં તો કેમ નથી કરતાં, તે મહત્ત્વનું નથી. મિત્રો, સફળતાના સિદ્ધાંતો કદી પણ બદલતા નથી. આજે કે ભવિષ્યમાં, સફળ થવા માટે જરૂર છે યોગ્ય અભિગમ, યોગ્ય ખાસિયતો અને ક્ષમતાઓની; પછી સંસ્થામાં આપણું સ્થાન (કાચંડાનું કદ) ભલે ને કોઈ પણ હોય!

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 8 ઑક્ટોબર 2013 (18:06 IST)
‘કાચંડા’ની ટકી રહેવાની ખૂબીની બહુ નોંધ નથી લેવાઈ
આપણે આ પ્રાણીને તેની, છળ કે વિશ્વાસઘાતની માનવીય નકારત્મક લાક્ષણિકતાઓથી જ ઓળખેલ છે. ‘કાચંડાની જેમ રંગ બદલતા રહેવું”માં હીનતાની ભાવના જણાય છે. પણ એક જાતિ તરીકે, ઉત્ક્રાંતિની ટકી રહેવાની દોડમાં, દરેક બદલતી પરિસ્થિતિઓમાં, આજના આવા વિષમ પર્યાવર્ણીય પરિપ્રેક્ષ્ય સુધ્ધાંમાં, ‘કાચંડા’ની ટકી રહેવાની ખૂબીની બહુ નોંધ નથી લેવાઈ.મનુષ્ય તો જોકે દરેક પ્રકારના પ્રાણી પાસેથી, પોતાની કાબેલિયતમાં ઉમેરો કરવાનું શીખતો રહ્યો છે. લડાયક કૌશલ્યો જેનું એક બહુ જ ઉપયુકત ઉદાહરણ ગણાવી શકાય.આપણે કાચંડાની સાનુકૂળતા વડે ટકી રહેવાંમાં શ્રેષ્ઠ પરવડતી એવી ખાસિયતોમાંથી છ ખાસિયતો અને તેમાંથી ફલિત થતા, આપણા અંગત કે વ્યાવસાયિક જીવનના સંચાલનના છ પાઠની વાત કરીશું.
આગળ અનુકરણ


આ પણ વાંચો :