મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 નવેમ્બર 2018 (10:16 IST)

2019 લોકસભા ચૂંટણી - અખિલેશ-શિવપાલ જ નહી, મુલાયમની વહુઓ પણ ચૂંટણીમાં હશે આમને-સામને

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના મુખિયા શિવપાલ સિંહ યાદવે કહ્યુ કે આવનારા લોકસભા ચૂંટણીમા તેમની પાર્ટી યૂપીમાં સૌથી મોટુ દળના રૂપમાં ઉભરીને સામે આવશે.  હાલ 43 સમાન વિચારઘારાવાળા દળ તેમની સાથે છે. બીજી બાજુ મુલાયમ સિંહના પરિવારમાં બિખરાવ થતો જોવા મળે છે. આવામાં શિવપાલ અને એકસાથે જોવા મળ્યા છે. તેમના રાજનીતિક ગલિયારામાં એવી અટકળો ચાલી રહી છે કે ડિંપલ યાદવ અને દેરાણી અપર્ણા યાદવ પણ એકબીજાના વિરોધમાં ચૂંટણીમાં ઉતરી શકે છે. 
 
દંગલમાં જ્યા પહેલવાન કુશ્તીના દાવપેચ અજમાવવામાં મશગૂલ હતા તો બીજી બાજુ ચાચા શિવપાલ સાથે સાર્વજનિક રૂપે આવેલ અપર્ણાએ નવા રાજકારણીય સંકેત આપ્યા છે. ચર્ચા છે કે રાજનીતિના અખાડામાં હવે મુલાયમના પુત્ર અખિલેશ અને ભાઈ શિવપાલ આમને-સામને તાકત અજમાવવા સાથે જ પરિવાર વિખરાયેલો જોવા મળી શકે છે. 
મુલાયમની મોટી વહુ ડિંપલ યાદવનો સામનો આવનારા દિવસમાં દેરાણી અપર્ણા સાથે પણ થઈ શકે છે.  એક મંચ પર જે રીતે શિવપાલ અને અપર્ણા જોવા મળ્યા તેનાથી રાજનીતિક ગલિયારોમાં અનેક પ્રકારની અટકળો આવવા માંડી છે. 
 
સંડીલામાં ઉર્સ અને દંગલ સમારંભમાં આવેલ શિવપાલે કહ્યુ કે મોટાભઈ મુલાયમ સિંહ યાદવ ઉપરાંત તેમની વહુ અપર્ણા યાદવ પણ તેમની સાથે છે. ચૂંટણીમાં જેટલા પણ દળ ઉતરશે તેમની સથે વાતચીત કરશે.  વામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામ સથે વાત થઈ છે. સૌ તેમની આથે છે. આ અવસર પર અપર્ણા યાદવે કહ્યુ કે તે જે પણ કરી રહી છે નેતાજીના કહેવા પર કરી રહી છે. નેતાજી તેમની સાથે છે. જો કે તેમણે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર કોઈ ટિપ્પણી નથી કરી.