1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:10 IST)

Dosa- વગર કોઈ લકી ડ્રાના ડોસા ખાવા પર મળી રહ્યુ છે 71000 રૂપિયાનો ઈનામ

40 મિનિટમાં ડોસા ખાવો અને ઈનામ તરીકે તમારા ઘરે 71000 રૂપિયાનો ચેક લઈ જાઓ. આ ઓફર સરસ લાગે છે, પરંતુ તે તમારા માટે પડકારરૂપ હોઈ શકે છે  આ ડોસા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે.
 
આ રેસ્ટોરન્ટ તેના તમામ ખાણીપીણી માટે એક અનોખો પડકાર છે. ઉત્તમ નગરમાં સ્વામી શક્તિ સાગર રેસ્ટોરન્ટ એવા લોકોને 71,000 રૂપિયાની ઈનામી રકમ ઓફર કરે છે જે માત્ર 40 મિનિટમાં 10 ફૂટ લાંબો ડોસા ખત્મ કરી શકે છે. રેસ્ટોરન્ટના માલિક શેખર કુમારે જણાવ્યું હતું કે, "અમારી રેસ્ટોરન્ટમાં 10 ફૂટ લાંબી ડોસા ચેલેન્જ ચાલી રહી છે. 
 
જો કોઈ વ્યક્તિ 40 મિનિટમાં જાતે જ ડોસા ખત્મ કરે છે, 71,000 રૂપિયાની ઈનામી રકમનો ચેક આપીએ છીએ."કુમારે કહ્યું કે તે પહેલા નાના ડોસા બનાવતો હતો, પરંતુ પછી તેણે તેના ગ્રાહકો માટે તેને વધુ પડકારરૂપ બનાવવા માટે મોટા ડોસા બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ કુમારે 5 ફૂટ, 6 ફૂટ અને 8 ફૂટનો તવા (તવો) ઉમેર્યો, જે વિશાળ ડોસા બનાવવા માટે સામાન્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે 25-26 લોકોએ આ ચેલેન્જ ઉપાડી છે.