ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (09:52 IST)

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના વધુ સાત કેસ, દેશમાં કુલ 32 કેસ

ભારતમાં, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 32 થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત નવા દર્દીઓમાં મહારાષ્ટ્રની સાડા ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં સાત અને ગુજરાતમાં બે નવા કેસ નોંધાયા બાદ આ સંખ્યા સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ કેસ દેશમાં નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17, રાજસ્થાનમાં નવ, ગુજરાત ત્રણ, કર્ણાટકમાં બે અને દિલ્હીમાં એક છે.
 
 
શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસો નોંધાયા છે, જેની સાથે દેશમાં આ વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 32 થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે, નોંધાયેલા નવા 7 કેસો પૈકી 3 મુંબઈના છે અને 4 પીંપરી ચિંચવાડના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીં કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 17 થઈ ગઈ છે. હાલમાં દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટનાં કુલ કેસોની સંખ્યા 32 છે.
 
જે પૈકી સૌથી વધુ 17 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારબાદ નવ કેસ રાજસ્થાનમાં છે, 3 કેસ ગુજરાતમાં છે, 2 કેસ કર્ણાટકમાં અને 1 કેસ દિલ્હીમાં નોંધાયો છે.