શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2024 (11:12 IST)

નોઈડાના સેક્ટર 74ના બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ, ઈલેક્ટ્રિશિયનનું મોત

Delhi NCR fire news-  દિલ્હી-એનસીઆરના સેક્ટર 74, નોઈડામાં સ્થિત મેરેજ હોલ લોટસ ગ્રૅનલીડર બેન્ક્વેટમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી . આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

નોઈડા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતા જ 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
 
બુધવારે વહેલી સવારે નોઈડામાં બેન્ક્વેટ હોલમાં આગ લાગવાથી એક ઈલેક્ટ્રિશિયનનું મોત થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તારના સરફાબાદ ગામ પાસે વહેલી સવારે 3.30 વાગ્યે બની હતી જ્યારે 'લોટસ ગ્રેનેડિયર' બેન્ક્વેટ હોલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.