શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 23 જૂન 2024 (09:25 IST)

અરવિંદ કેજરીવાલે 8 કિલો વજન ઘટયુ, AIIMSએ તેને CMના આહારમાં સામેલ કરવાનું સૂચન કર્યું

arvind kejriwal
Arvind Kejriwal Weight Loss News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલનું વજન સતત ઘટી રહ્યું છે.
 
અત્યાર સુધી તેનું વજન આઠ કિલો ઘટી ગયું છે. AAPએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સતત વજન ઘટવાની ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે.
 
દિલ્હી AIIMS બોર્ડના હેલ્થ ચેકઅપ રિપોર્ટ બાદ આ વાત સામે આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘટતા વજનને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે જેલ પ્રશાસનને તેમના ડાયટ પ્લાનમાં પરાઠા અને પુરીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે.