ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના, 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત
ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે વીજળી પડવાથી 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભટવાડી બ્લોકના બરસુ ગામના ત્રણ લોકો ઋષિકેશથી ઉત્તરકાશી એક હજારથી વધુ ઘેટા-બકરા લઈને જઈ રહ્યા હતા.
રાત્રે તેઓ ડુંડા તાલુકામાં ખાતુખાલ નજીક પહોંચ્યા. આ દરમિયાન સતત વરસાદ પડી રહ્યો હતો અને જોરદાર વાવાઝોડું આવ્યું હતું. રાત્રે 9 વાગ્યાની આસપાસ વીજળી ત્રાટકી હતી અને તેની લપેટમાં આવતા 350 થી વધુ ઘેટા-બકરાના મોત થયા હતા.