1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. child crying sitting near mother dead body

માની લાશ પાસે બેસી માસુમ રડતી રહી

child crying sitting near mother dead body
મામલો રાજસ્થાનના બુંદીનો છે. આ દરમિયાન બાળકોની નાની તેમને કહેતી રહી કે મા સૂઈ રહી છે, ડિસ્ટર્બ ન કરો. તેમ છતાં 2 વર્ષની બાળકી વારંવાર ચાદર હટાવીને મા- મા પોકારતી હતી. લાંબા સમય સુધી કોઈ અવાજ ન આવતા તે રડવા લાગી. આ જોઈને વોર્ડના બાકીના દર્દીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
 
રાજસ્થાનના ટોંક જિલ્લામાં સરકારી હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં બે બાળકો તેમની માતાની લાશ પાસે 6 કલાક સુધી બેસી રહ્યા. 2 વર્ષની દીકરીએ તેની માતાને સૂઈ રહ્યા સમજીને વારંવાર ચાદર હટાવવાની કોશિશ કરતી રહી. એ જ પલંગ પર, માતાના મૃતદેહ પાસે, 3 મહિનાનો પુત્ર રડતો રહ્યો. બંને અજાણ હતા કે તેમની માતા હવે આ દુનિયામાં નથી. જે બેડ પર 20 વર્ષની પરિણીત મહિલાની લાશ પડી હતી તેના વોર્ડમાં બીજા ઘણા દર્દીઓ પણ દાખલ હતા. લગભગ 6 કલાક સુધી લાશ બાજુના પલંગ પર પડી હતી, પરંતુ કોઈએ તેને હટાવવાની કોઈને નહી સમજાઈ. હોસ્પિટલ પ્રશાસનથી લઈને પોલીસ બેદરકાર રહી હતી.
 
આગળનો લેખ
ગુજરાત ફરવા માટે આઇઆરસીટીસીનું આ ખાસ છે ટૂર પેકેજ, જાણો ભાડાથી માંડીને સમગ્ર ડિટેલ્સ