શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (11:29 IST)

ઇન્દોરના ક્રિસેંટ વોટર પાર્ક રિસોર્ટમાં એંજિનિયરે પત્ની અને બે બાળકો સાથે ઝેર ખાઈને કરી આત્મહત્યા

ક્રિસેંટ વોટર પાર્ક રિસોર્ટમાં પરિવાર સાથે રજાઓ ગાળવા આવેલા આઈટી કંપનીના સોફ્ટવયર એંજિનિયર અને તેમની પત્નીએ જોડિયિઆ બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા તેમણે ઈલેક્ટ્રોનિક વેઈંગ મશીનનો ઉપયોગ કરી સોડિયમ નાઈટ્રેટનો ડોઝ તૈયાર કર્યો પછી તેને પત્ની અને 14 વર્ષીય બંને બાળકોને આપ્યો. 
 
એવુ બતાવાય રહ્યુ છેકે પછી એંજિનિયરે પોતે લીધો. બધા ઉંઘમાં ધીરે ધીરે મોતની આહોશમાં જતા રહ્યા. હવે પરિવારમાં ફક્ત 82 વર્ષીય માતા જ બચી છે. મા સાથે પણ એંજિનિયરે છેલ્લીવાર બુધવારે સાંજે જ વાત કરી હતી. માતાને કહ્યુ હતુ કે બાળકો બીમાર છે તેમને ફરવા લઈ જઈ રહ્યો છુ.  પાછા ફરીને પપ્પાનુ શ્રાદ્ધ કરીશુ.  ખુડૈલ પોલીસ મુજબ ઘટના રિસોર્ટમાં ગુરૂવારે બપોરે સામે આવી. બુધવારે અપોલો ડીબી સિટીમાં રહેનારા સોફ્ટવેયર એંજિનિયર અભિષેક સક્સેના (45) પત્ની પ્રીતિ સક્સેના (42) પુત્રી અનન્યા (14) અને પુત્ર આદવિત ઉર્ફ આદિ (14) સાથે ઘરમાં સરોજ સક્સેના (82)ને છોડીને પિકનિક પર જવાનુ કહીને રિસોર્ટ આવ્યા હતા. 
 
અહી આવતા પહેલા જ તેમણે બુધવારે ઓનલાઈન રૂમ 211 બુક કરાવી લીધુ હતુ.  તત્કાલ પોલીસને સૂચના આપી તો ખુડૈલ ટીઆઈ રૂપેશ દુબે નએ એફએસએલ એક્સપર્ટ ડો. બીએલ મંડલોઈ ઘટના પર પહોંચ્યા. ટીમએ તપાસમાં જોયુ કે કોઈપણ પ્રકારનો સંઘર્ષ કોઈની વચ્ચે થયો નહોતો. બધાનુ મોત સ્લો પોઈઝનથી જ થયુ છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી નથી.  બીજી બાજુ જે કેમિકલ મળ્યુ છે તે લૈબમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીથી મળેલુ ઈલેક્ટ્રોનિક વેઈંશ મશીન પણ તેઓ પોતે જ લઈને આવ્યા હતા. હોટલ પ્રબંધને તેને પોતાનુ બતાવવાની ના પાડી દીધી છે.