1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (13:06 IST)

સાવધાન આ યુવતીએ ડેટિંગ એપ્સ દ્વારા 16 યુવકો સાથે કર્યો પ્રેમ અને તેમના જ ઘરમાં કરી ચોરી

27 વર્ષની સયાલી કાળે, પુણેની પાસે પિંપરી ચિંચવડ વિસ્તારમાં રહેનારી એક ભણેલી યુવતી છે અને તેની સારી એવી નોકરી પણ હતી. મહામારીના દરમિયાન નોકરી જતી રહેવાથી કેવી રીતે ગુજારો કરવો એ પ્રશ્ન ઉભો થયો. હવે સાયલી પર આરોપ લાગ્યા છે કે પૈસા કમાવવા માટે તેણે ખોટો રસ્તો અપનાવ્યો જેને કારણે તેને જેલ જવુ પડ્યુ. 
 
સયાલી કાલે એ ડેટિંગ એપ દ્વારા 16 યુવકોને પ્રેમની જાળમાં ફસાવ્યા. ચેન્નઈના આશીષ કુમારે ગયા અઠવાડિયે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે સયાલીએ ડેટિંગ એપ દ્વારા આશીષ કુમાર સાથે ઓળખ કરી હતી. ત્યારબાદ તેને પુના બોલાવ્યો અને એક હોટલમાં ગયા પછી તેને કોલ્ડડ્રિંકમાં નશીલી વસ્તુઓ મિક્સ કરીને પીવડાવી દીધી. પછી તેના શરીર પરથી ઘરેણા અને રોકડ રકમ લૂંટી લીધી, આવી ફરિયાદ નોંધાઈ છે. 
 
આ મામલે વધુ માહિતી આપતા પિંપરી ચિંચવડ શહેરના કમિશ્નર  શ્રી કૃષ્ણ પ્રકાશે જણાવ્યુ કે આ ઘટનામાં ધરપકડ પામેલી મહિલા આરોપીનુ નામ સયાલી ઉર્ફ (શિખા)કાલે છે. જે સોશિયલ મીડિયાના ટિંડર અને બંબલ ડેટિંગ એપ દ્વારા યુવાઓના સંપર્કમાં આવતી હતી અને તેમની સાથે ઓળખાણ બનાવીને સંપર્ક વધારતી હતી. ત્યારબાદ તેના ઘરમાં દાખલ થઈને ખાવા-પીવાની વસ્તુમાં બેહોશીની દવા મિક્સ કરીને ઘરનો કિમંતી સામાન ચોરતી હતી. 
 
આ રીતે તેણે પિપરી ચિંચવડ અને આજુબાજુના વિસ્તારમાં લગભગ 16 અપરાધિક ઘટનાઓને અંજામ આપ્યો છે જ્યારબાદ તેની ખૂબ જ ચાલાકીથી ક્રાઈમ બ્રાંચ યૂનિટ 4 એ મંગળવારે ધરપકડ કરી છે. 
 
 
પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં જાણ થઈ છે કે તેણે 16 યુવાઓને કેવી રીતે પોતાના પ્રેમજાળમાં ફસાવીને લૂંટ્યા છે. પોલીસે અપીલ કરી છે કે સયાલીએ જેની સાથે પણ આ રીતે દગાથી લૂંટ ફાટ કરી છે તે સામે આવે.  ચાર લોકોએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અત્યાર સુધી આ મહિલા પાસેથી ઘરેણા અને કિમંતી સામાન 15,25,000 કિમંતની ચોરીનો માલ જપ્ત કર્યો છે.  પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ડેટિંગ એપની મદદથી આ મહિલાએ એ 16 લોકો ઉપરાંત કોઈ અન્યને પણ પોતાની જાળમાં ફસાવ્યા છે કે નહી.