દિલ્હી એરપોર્ટ પરથી નકલી વિઝા બનાવનારની ધરપકડ
દિલ્હીના IGI એરપોર્ટ પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં તેઓએ પશ્ચિમ બંગાળના એક એજન્ટની ધરપકડ કરી છે, જે નકલી વિઝા બનાવવાના કેસમાં સામેલ હતો. આરોપી એજન્ટ સંજીવ કુમાર રાઉતે એક યુવક પાસેથી ગ્રીસના નકલી વિઝા અપાવવા માટે 12.50 લાખ રૂપિયા લીધા હતા.
પોલીસે જણાવ્યું કે, આરોપી એજન્ટે પહેલા યુવકને ગ્રીસના નકલી વિઝા અપાવવા માટે નેપાળ મોકલ્યો અને પછી ગ્રીસના નકલી વિઝા બનાવીને તેના પાસપોર્ટમાં નાખ્યો, પરંતુ જ્યારે યુવકે આઈજીઆઈ એરપોર્ટ પરથી ગ્રીસ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો.