શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (16:00 IST)

LaluVerdict Live -લાલૂ યાદવ સહિત 17 દોષી કરાર, ત્રણ જાન્યુઆરીના રોજ થશે સજાનુ એલાન

બિહારનો સૌથી ચર્ચિત ચારા કૌભાંડ સાથે જોડાયેલ ત્રણ મામલામાં રાંચીની વિશેષ કોર્ટે આજે પૂર્વ મુખ્યમંતી અને આરજેડી સુપ્રીમો લાલૂ યાદવને દોષી કરાર આપી દીધો છે. નિર્ણય  સંભળાવતા પહેલા લાલૂ યાદવે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ નીતીશ કુમાર અને સીબીઆઈ મને જેલ મોકલવા માંગે છે. મને જેલ જવાથી ભય નથી લાગતો મને ન્યાય પર વિશ્વાસ છે અને મને ન્યાય મળશે. 

ચારા કૌભાંડ કેસ LIVE UPDATES:
-લાલૂને હવે કોર્ટમાંથી સીધ જેલ લઈ જવામાં આવશે. લાલૂ સહિત આ મામલે 17 અન્ય લોકોને દોષી સાબિત કરવામાં આવ્યા છે. 
- લાલૂ યાદવને હાલ 3 જાન્યુઆરે સુધી જેલમાં રહેવુ પડશે. લાલૂને પોલીસે પોતાના કબજામાં લઈ લીધા છે. કોર્ટ રૂમની બહાર લાલૂના સમર્થક રડી રહ્યા છે. લાલૂ યાદવને હવે જેલ જવુ પડશે. 
 
- લાલૂ પ્રસાદ યાદવ દોષી જાહેર, ત્રણને સજાનુ એલાન 
-  જગન્નાથ મિશ્રા,  ધ્રુવ ભગત, સરસ્વતી ચંદ્ર, વિદ્યાસાગર મુક્ત કરવામાં આવ્યા 
- લાલૂએ કોર્ટમાં નામ બોલાવતા હાજરી લગાવી છે. 
- જજ શિવપાલ સિંહ કોર્ટ રૂમમાં પહોચી ચુક્યા છે. ગમે ત્યારે આવી શકે છે નિર્ણય 
 

- હાલ લોક અદાલતની કાર્યવાહી ચાલી રહી છે. તેથી નિર્ણય આવવામાં થોડો સમય લાગી શકે છે 
- આરજેડીના વરિષ્ઠ નેતા રધુવંશ પ્રસાદે કહ્યુ છે કે હાલ કોર્ટની લડાઈ લડી રહ્યા છીએ. કોર્ટના નિણય પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ કોર્ટના નિર્ણયથી અમે લાલૂજીને દોષી નહી માનીએ. તેમણે કહ્યુ કે આ નિર્ણય નીચલી કોર્ટ આપશે. અમારી પાસે આગળ અપીલ કરવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો વિકલ્પ છે. 
 
- બધાની હાજરી નોંધ્યા પછી સીબીઆઈની વિશેષ કોર્ટના ન્યાયાધીશ શિવપાલ સિંહે નિર્ણય સંભળાવવા માટે બધા આરોપીઓને બપોરે 3 વાગ્યા પછી ફરીથી હાજર થવાનો આદેશ આપ્યો. 

- લાલૂ યાદવ અંગેનો નિર્ણય 3 વાગે આવશે. લાલૂએ કહ્યુ કે  હુ પછાત જાતિનો છુ તેથી મને ન્યાય મળવાની આશા.. તેમણે કહ્યુ કે એક જ મરઘીને શુ નવ વાર હલાલ કરશે... આજે નહી તો કાલે ન્યાય જરૂર મળશે.. 
- લાલૂ યાદવ અને તેજસ્વી યાદવ અને પાર્ટીના બાકી નેતા ગેસ્ટ હાઉસમાથી બહાર નીકળી ગયા છે. લાલૂએ કહ્યુ છે કે મને ન્યાય પર વિશ્વાસ છે. મારા વકીલોએ જે પુરાવા રજુ કર્યા છે હુ તેનાથી સંતુષ્ટ છુ. હુ આખા પ્રદેશને અપીલ કરુ છુ કે બધા શાંતિ કાયમ રાખજો. 
- લાલૂ યાદવના વકીલે કહ્યુ છે કે અમારો મજબૂત પક્ષ છે. લાલૂ વિરુદ્ધ કોઈ એવો પુરાવો નથી જેમા તેમને સજા મળે. અમને 100 ટકા વિશ્વાસ છે કે લાલૂને મુક્ત કરવામાં આવશે. 
- નિર્ણ્ય પહેલા કોર્ટ રૂમમાંથી બહાર લાલૂ સમર્થકો એકત્ર થવા માંડ્યા છે. સુરક્ષાના ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
- લાલૂના નાના પુત્ર તેજસ્વી યાદવે કહ્યુ કે આ કૌભાંડ 1977 નુ છે પણ લાલૂ જી 1990માં મુખ્યમંત્રી બન્યા હતા. તેજસ્વીએ કહ્યુ છે કે અમને આશા છે કે નિર્ણય અમારા પક્ષમાં આવશે. તેમણે બીજેપી પર હુમલો બોલતા કહ્યુ કે 2જી કૌભાંડ અને આદર્શ સ્કેમને લઈને બીજેપીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.