શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : બુધવાર, 16 ઑક્ટોબર 2024 (18:42 IST)

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન ભાજપમાં જોડાશે

ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના પૂર્વ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાઈ રહ્યા છે. અસમના મુખ્ય મંત્રી અને ઝારખંડ ભાજપના પ્રભારી હિમંત બિસ્વા સરમાએ સોમવાર રાત્રે સોશિયલ 
મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે ચંપઈ સોરેન 30 ઑગષ્ટના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે.
 
હિમંત બિસ્વા સરમાએ ગૃહ મંત્રી અમિત શાહ અને ચંપાઈ સોરેનની તસવીર એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ''ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને આપણા દેશના ખ્યાતનામ આદિવાસી નેતા ચંપાઈ સોરેને થોડા સમય 
 
પહેલા ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેઓ 30 ઑગષ્ટના રોજ રાંચી ખાતે વિધિવત રીતે ભાજપમાં સામેલ થશે.''
 
જે તસવીર પોસ્ટ કરવામાં આવી છે તેમાં હિમંત બિસ્વા સરમા પણ બેઠા છે.
 
સોમવારે આસામના મુખ્ય મંત્રીએ જણાવ્યું, ‘‘મારી ઇચ્છા છે કે ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થાય અને પાર્ટીને બળ પ્રદાન કરે.’’
 
જોકે, ‘‘તેઓ (ચંપાઈ સોરેન) એક મોટા નેતા છે અને તેમના વિશે કોઈ ટિપ્પણી કરવી મને યોગ્ય લાગતું નથી. જો તેઓ દિલ્હી આવ્યા છે તો હું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ.’’
 
સરમાએ વધુમાં જણાવ્યું, ‘‘હું તો ઇચ્છું છું કે હેમંત સોરેન પણ ભાજપમાં સામેલ થઈ જાય. ભાજપ એટલે રાષ્ટ્રભક્તિ. અમે સાથે રહીને કામ કરીશું. ઝારખંડમાં ઘૂસણખોરીને અટકાવવા માટે અમે હેમંત સોરેન 
 
સાથે વાત કરવા માટે તૈયાર છીએ.’’
 
અત્રે નોંધનીય છે કે ઝારખંડ મુક્તિ મોરચા છોડ્યા બાદ ચંપાઈ સોરેન ભાજપમાં જોડાવાના સવાલ પર કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘‘તે જ્યાં છે ત્યાં જ રહેશે.’’
 
તેમણે એમ પણ કહ્યું હતું કે આ સફરમાં તેમના માટે "બધા વિકલ્પો ખુલ્લા છે".