સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 20 જુલાઈ 2023 (12:19 IST)

Nude videos in manipur - દયાની ભીખ માંગતી રહી મહિલાઓ, પરંતુ તોફાનીઓએ મહિલાઓને નગ્ન હાલતમાં રસ્તા પર ફેરવી

two women nude videos in manipur મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. મોડી રાત્રે બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે બાદ તણાવ વધુ વધી ગયો હતો.
 
મળતી માહિતી મુજબ આ વીડિયો 4 મેનો બતાવાય રહ્યો છે. જેમાં એક સમુદાયની બે મહિલાઓને બીજા  સમુદાય લોકો દ્વારા નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF)ના વિરોધના એક દિવસ પહેલા જ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પુરુષો સતત લાચાર મહિલાઓની છેડતી કરી રહ્યા છે અને તેઓ (મહિલાઓ) રડી રહી છે અને તેમને પ્રાર્થના કરી રહી છે.
 
આ વીડિયો સામે આવતાની સાથે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં તણાવ વધી ગયો છે. મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન કુકી અને મીતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી ત્યાં સ્થિતિ તંગ બની છે. નિષ્ણાતોનું માનવુ છે કે આ હિંસા માત્ર વાતચીત દ્વારા જ શાંત થઈ શકે છે, પરંતુ સમસ્યા એ છે કે કોઈ વાતચીત માટે તૈયાર નથી થઈ રહ્યું. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.