સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (13:11 IST)

Uttarakhand: ચમોલીમાં મોટી દુર્ઘટના, નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે કરંટ ફેલાયો, 10ના મોત, અનેક દઝાયા

chamoli
chamoli
ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ચમોલી માર્કેટ પાસે નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે અચાનક વીજ કરંટ ફેલાયો.  આ દરમિયાન અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. સાથે જ અનેક લોકો દાઝી ગયા છે.

સૂત્રોના જ જણાવ્યા મુજબ સ્થળ પર 24 લોકો હાજર હતા, જેમાંથી લગભગ દસ લોકોના મોત થયા છે. સાથે જ દઝાયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ડીએસપી પ્રમોદ શાહે જણાવ્યું કે કેટલાક ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેની મેડિકલ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
 
આ રીતે અકસ્માત થયો
 
પ્રત્યક્ષ જોનારાઓએ જણાવ્યું કે રાત્રે અહીં રોકાયેલા કેરટેકરનો ફોન સવારે લાગી રહ્યો નહોતો.  જ્યારબાદ સંબંધીઓ સ્થળ પર આવીને શોધખોળ કરી હતી. ત્યારે જાણવા મળ્યુ કે વીજ કરંટ લાગવાથી કેરટેકરનું મોત થયું છે. માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તેઓ અહીં પહોંચ્યા  ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપટમાં આવી ગયા.