ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (15:41 IST)

પતિને છોડીને લગ્ન કરાવનાર પંડિત સાથે ભાગી ગઈ પત્ની

મધ્યપ્રદેશમાં એક એવો કાંડ થઈ ગયો. જેવુ કદાચ જ પહેલા ક્યારેય સાંભળ્યુ હશે.  મામલાને જાણીને બધાને નવાઈ લાગી રહી છે.   પહેલીવારમાં તો લોકોને વિશ્વાસ જ ન થયો. પણ જ્યારે તેમની સચ્ચાઈ બહાર આવી તો લોકોના કાન ઊંચા થઈ ગયા. જો કે હવે આ સમાચાર વાયરલ થઈ ગયા છે.   ઉલ્લેખનીય છે કે રાજ્યના સિરોજના ટોરી બાગરોદમા એક પત્ની પતિને છોડીને જતી રહી. પણ તે ભાગી એ પણ કોણી સાથે ? તેની સાથે જેણે તેમના લગ્ન કરાવ્યા હતા. 
 
ઉલ્લેખનીય છેકે અહી લગબહ્ગ 21 વર્ષની યુવતીના લગ્ન બસૌદાના એક ગામમાં રહેનારા યુવક સાથે કરાવ્યા હતા. લગ્ન 7 મેના રોજ થયા હતાઅ.  ગામના જ એક પંડિત વિનોદ મહારાજે જ બંનેના ફેરા કરાવ્યા હતા. લગ્ન પછી યુવતી સાસરિયે જતી રહી અને થોડા દિવસમાં તે પોતાના પિયર આવી ગઈ. આ દરમિયાન 23 મે ની રાત્રે યુવતીના ઘરના લોકો કોઈ સંબંધીના લગ્નમાં ગયા હતા. જેનો ફાયદો ઉઠાવીને યુવતી તેના લગ્ન કરાવનારા પંડિત સાથે ભાગી ગઈ. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ જે લગ્નમાં યુવતીનો પરિવાર ગયો હતો ત્યા પણ લગ્ન કરાવવા માટે એ જ પંડિતને બોલાવ્યો હતો. પણ લગ્નમાંથી અચાનક તે ગાયબ થઈ ગયો. લગ્ન જેવા વાતાવરણમાં પંડિતને શોધી જ રહ્યા હતા કે સૌને જાણ થઈ કે યુવતી પણ નથી મળી રહી. ઘણી શોધ પછી બંને ન મળ્યા તો પરિવારના લોકોએ પોલીસમાં કેસ કર્યો. 
 
મામલો પોલીસમાં જતા જ જૂની વાતો ખુલવા માંડી. જાણ થઈ કે યુવતી અને તે પંડિત વચ્ચે છેલ્લા બે વર્ષથી સંબંધ હતો. એવુ પણ સાંભળવા મળ્યુ છે કે પંડિત પહેલાથી જ પરણેલો છે.  પરિવારમાં પત્ની ઉપરાંત બે બાળકો પણ છે.  એટલુ જ નહી ઘટના પછી આખો પરિવાર જ ગાયબ છે.