શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (10:30 IST)

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનુ નિધન, યુપીમાં 3 દિવસનો રાજકીય શોક

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું છે. લાલજી ટંડનના દીકરા અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વિટર પર પોતાના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.  તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગંભીર રીતે બીમાર હતા. હોસ્પિટલમાં દાખલ હતા આથી મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આનંદીબેન પટેલને સોંપ્યો હતો. હવે તેમના નિધન બાદ કેટલાંય મોટા નેતા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર શોક સંદેશ પ્રગટ કર્યો 
 
પીએમ મદીએ ટ્વીટ કરીને લખ્યું કે લાલજી ટંડનને સમાજસેવા માટે યાદ કરાશે. તેમણે ભાજપને ઉત્તરપ્રદેશમાં મજબૂત બનાવામાં અગત્યનો રોલ નિભાવ્યો, તેઓ પ્રજાની ભલાઇ માટે કામ કરનાર નેતા હતા. પીએમ મોદીએ લખ્યું કે લાલજી ટંડનને કાયદા બાબતની પણ સારી માહિતી રહી અને અટલજીની સાથે તેમણે લાંબો સમય પસાર કર્યો. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું.
 
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જ લાલજી ટંડનની સ્થિતિ ફરી લથડી હતી. ગંભીર સ્થિતિમાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તેમની માહિતી લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ.રાકેશ કપૂરે આપી હતી. ડૉ.રાકેશ કપૂરે કહ્યું હતું કે આજે તેમની તબિયાત વધુ ગંભીર છે. તેમને ફૂલ સપોર્ટ પર રખાયા હતા.
 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લાલજી ટંડનના નિધન અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું કે, 'મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રી લાલજી ટંડનનાં અવસાનના સમાચાર સાંભળીને શોકાતુર થયો છુ.. તેમના મૃત્યુ સાથે, દેશે  એક લોકપ્રિય લોકપ્રિયતા, એક યોગ્ય વહીવટકર્તા અને શક્તિશાળી સામાજિક કાર્યકર ગુમાવ્યો છે. તે લખનૌનો આત્મા હતા. હું દિવ્ય આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યેની મારી સંવેદના.