ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 જુલાઈ 2018 (10:39 IST)

ગ્રેટર નોએડા દુર્ઘટના- બે બિલ્ડિંગ ઢસડી, 3ના મૃતદેહ મળ્યા, અનેક લોકો દબાયાની આશંકા

greater-noida-buildings-collapsed
રાજધાની દિલ્હી નિકટ આવેલા ગ્રેટર નોએડાના શાહબેરી ગામમાં મંગળવારે રાત્રે બે બિલ્ડિંગ પડી જવાથી અત્યાર સુધી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. એનડીઆરએફના કમાંડેટ પીકે શ્રીવાસ્તવે જણાવ્યુ કે નેશનલ ડિઝાસ્ટર રેસ્પોંસ ફોર્સ (એનડીઆરએફ)ની ચાર ટીમ અને ડૉગ સ્કવાયડ ઘટના સ્થળ પર હાજર છે. જો કે દબાયેલા લોકોના જીવતા બચવાની આશા ખૂબ ઓછી છે. 
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે છ માળની બિલ્ડિંગમાં કેટલા લોકો ફંસાયેલા હોઈ શકે છે.  અધિકારીઓએ જણાવ્યુ કે પરિવારને હાલ આ બિલ્ડિંગમાં શિફ્ટ નથી કરવામાં આવ્યા પણ કેટલીક દુકાનો ચલાવવામાં આવી રહી હતી. રીઝનલ ચીફ ફાયર ઓફિસર અરુણ કુમાર સિંહે મરનારાઓની સંખ્યામાં વધારો થવાની આશંકા જાહેર કરતા કહ્યુ - અમારી પાસ્સે એ વાતનો કોઈ પુરાવો નથી કે જે સમયે દુર્ઘટના થઈ એ સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો  હાજર હતા.
greater-noida-buildings-collapsed

ઉલ્લેખનીય છે કે, શાહેબરીની જમીનનું સંપાદન ગ્રેટર નોઈડા ઓથોરિટીએ કર્યું હતું. તેના વિરોધમાં ગામ લોકો કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ શાહબેરીનું જમીન સંપાદન રદ કર્યું હતું. તેને પગલે બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટ શિફ્ટ કરવા પડ્યા. ગ્રેટર નોઈડા ઓથોરિટીએ આ વિસ્તારમાં નિર્માણ કામ પર રોક લગાવી છે. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે.
 
અહીં ખેડૂતો પાસેથી જમીન લઈને ઊંચી-ઊંચી બિલ્ડિંગો બનાવી દેવાઈ છે. તેના પર ફ્લેટ બનાવી લોકોને વેચવામાં આવી રહી છે. લોકોએ જણાવ્યું કે, આ જમીન ગ્રેટર નોઈડાના સેક્ટર 4માં છે.