સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: હરિદ્વાર. , શનિવાર, 23 જાન્યુઆરી 2021 (23:04 IST)

સૃષ્ટિ ગોસ્વામી : 24 જાન્યુઆરીએ બનશે ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી, CM ત્રિવેંદ્ર સિંહ રાવતે આપી મંજુરી

બાલિકા દિવસ વિશેષ

ઉત્તરાખંડના હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી (Srishti Goswami) એક દિવસના મુખ્યમંત્રી તરીકે જોવા મળશે. ઉત્તરાખંડમાં 24 તારીખનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે, અહીં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત (Chief Minister Trivendra Singh Rawat)ની મંજૂરી બાદ હરિદ્વારની રચનાને એક દિવસનીCM (One day CM) મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દેશમાં પહેલીવાર આવુ થવા જઇ રહ્યું છે, જ્યારે સીએમ હોવા છતા કોઈ બીજુ  એક દિવસ રાજ્યના મુખ્ય પ્રધાન બનશે.
 
મળતી માહિતી મુજબ હરિદ્વારના બહાદરાબાદ બ્લોકનું દૌલતપુર ગામ રાજ્યના ઇતિહાસનાં પાનામાં નોંધવા જઈ રહ્યું છે, 24 જાન્યુઆરીએ ગર્લ ચિલ્ડ્રન ડે નિમિત્તે સૃષ્ટિ ગોસ્વામીને 1 દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીની ભૂમિકામાં સૃષ્ટિ ઉત્તરાખંડમાં થયેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ ઉપરાંત 12 વિભાગના અધિકારીઓ ખાતાકીય યોજનાઓનુ 5-5 મિનિટનું પ્રેઝન્ટેશન આપશે.
 
32 વર્ષની સૃષ્ટિના પિતા પરચૂરણની દુકાન ચલાવે છે. 
 
સૃષ્ટિના પિતા પ્રવઈન પુરી દૌલતપુરમાં જ પરચૂરણની દુકાન ચલાવે છે. જ્યાર કે સૃષ્ટિની મા સુધા ગોસ્વામી ગૃહિણી છે.  આ પહેલા સૃષ્ટિ ગોસ્વામીને 2018 માં બાલ વિધાનસભા સંગઠનમાં બાલ ધારાસભ્ય તરીકે પણ પસંદ કર્યા હતા. સુષ્ટિના પિતા પ્રવિણ પુરીએ કહ્યુ કે આજે તેમનુ માથુ ગર્વથી ઊંચુ થઈ ગયુ છે કે તેમની પુત્રી આજે આ મુકામ પર પહોંચી ગઈ છે, જયા પહોચવઆ માટે લોક સપના જુએ છે.  આખા દેશમાં પહેલીવાર થવા જઈ રહ્યુ છે જ્યારે મારી પુત્રી ભલે એક દિવસ માટે પણ પ્રદેશની CM બનશે.
 
માતાએ  કહ્યુ - પુત્રીને આગળ વધતા કયારેન ન રોકો 
 
સુષ્ટિની મા સુધા ગોસ્વામીનુ કહેવુ છે કે જે મુકામ તેણે મેળવ્યો છે, તેનાથી એક સંદેશ દેશના દરેક માતા પિતાને મળશે કે પુત્રીઓને કયારેય આગળ વધતા રોકવી જોઈએ નહી. સુષ્ટિ ગોસ્વામી હાલ બીએસએમ પીજી કોલેજ, રુડકીથી બીએસસી એગ્રીકલ્ચર કરી રહી છે. સુષ્ટિએ જણાવ્યુ કે તેની પ્રાથમિકતા છે કે તે 1 દિવસની મુખ્યમંત્રીના રૂપમાં અત્યાર સુધીના થયેલા વિકાસ કાર્યોને જોઈ શકે. સાથે જ અધિકારીઓને કેટલાક સૂચનો પણ આપવા માંગશે.