બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (09:40 IST)

Photo - ભારે વરસાદથી મુંબઈ બેહાલ, ચાર દિવસમા જ દિલ્હીના એક વર્ષ જેટલો વરસાદ

દરેક બાજુ પાણી. રસતા પર  પાણીમાં ડુબી ગાડીઓ.  આ નજારો છે દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાનારી મુંબઈનો. વરસાદથી બેહાલ આ શહેરમાં વરસાદ તો દર વર્ષે પડે છે . પણ આ વખતના વરસાદે શહેરને પંગુ બનાવી દીધુ છે.

45 વર્ષમાં બીજી વાર જુલાઈમાં એક દિવસમાં શહેરમાં આટલો વરસાદ પડ્યો છે. દિલ્હીમાં જેટલો વર્સાદ એક વર્ષમાં થાય છે એટલો મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં જ પડી ગયો છે. 

મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં 794.8 મિલીમીટર વરસાદ પડ્યો છે. જ્યારે કે દિલ્હીમાં આખા વર્ષમા 762.3 મિલીમીટર વરસાદ થાય છે. મુંબઈમાં વર્સાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં અત્યાર સુધી 36 લોકોએ જીવ ગુમાવ્યો છે.  જ્યારે કે 100થી વધુ લોકો ઘાયલ છે. મુંબઈ નગરપાલિકા ચીફ પ્રવીણ પરદેશીએ એક નાનકડા સમયમાં મુંબઈમાં આટલા વરસાદનુ કારણ જળવાયુ પરિવર્તન અને ભૌગોલિક સ્થિતિ જવાબદાર ગણાવી છે. 
2005ના વરસાદની યાદ થઈ તાજી 
 
26-27 જુલાઈ 2005નનો દિવસ કોઈ મુંબઈવાસી ભૂલી શકે નહી. આ દિવસે શહેરમાં જોરદાર વરસાદથથી આખુ શહેર ડૂબી ગયુ હતુ. આ દિવસે 24 કલાકમાં જ મુંબઈમાં 944.3 mm વરસાદ પડ્યો હતો. જે રેકોર્ડ હતો. વરસાદને કારણે આખુ શહેર જાણે ડુબી ગયુ હોય એવુ થઈ હતુ. અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

શહેરમાં હાલ 2 દિવસથી જે રીતે વરસાદ પડી રહ્યો છે તેનાથી મુંબઈવાસીઓને 2005ની યાદ આવી ગઈ છે. 
શાળા ને કોલેજની રજા ની જાહેરાત મોડેથી મળતા વાલીઓ પણ પરેશાન જોવા મળ્યા.  જો કે કેટલીક શાળાઓ ચાલુ છે.