સંબંધિત સમાચાર
- Monsoon Weather: ચોમાસું સારા સમાચાર આપવા જઈ રહ્યું છે, કેરળની સાથે આ રાજ્યોમાં પણ પ્રવેશ કરશે
- ગુજરાતમાં આગામી 2 દિવસ રાજ્યમાં ભયંકર આંધીની આગાહી કરવામાં આવી
- હજુ પડશે આકરી ગરમી , દિલ્હીમાં પારો 50 પર પહોંચ્યો, જાણો જૂનમાં કેવી રહેશે સ્થિતિ
- આટલા દિવસ પછી મળશે ગરમીથી રાહત તારીખ આવી ગઈ
- ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા
Monsoon Updates - આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના
IMD Monsoon Date Updates:હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર-પાંચ દિવસમાં પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના છે, જેની અસર દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય ભારતના તમામ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં પણ જોવા મળશે. અને હીટવેવથી રાહત મળશે. વિભાગે કહ્યું કે ચોમાસું આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક અને તમિલનાડુના ભાગોને પણ આવરી લે તેવી શક્યતા છે. બીજી તરફ, ચોમાસુ ઉત્તરપૂર્વમાં આસામ, મેઘાલય અને ત્રિપુરાના બાકીના ભાગોને પણ આવરી લેશે. આ ઉપરાંત ચોમાસું લક્ષદ્વીપ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોને આવરી લેવા માટે પણ તૈયાર છે.
આજથી દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં આકરી ગરમી સાથે હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવાયું છે કે, ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાશે. આ સાથે તેમણે માહિતી આપી છે કે 15 જૂનની આસપાસ વરસાદ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
27 જૂન સુધીમાં એટલે કે જૂનના અંત સુધી દિલ્લીમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે. 14 થી 25 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે. 14થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને 14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ થશે.
