મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર: , બુધવાર, 28 ડિસેમ્બર 2022 (09:28 IST)

જમ્મુના સિધરા વિસ્તારમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે ત્રણ આતંકવાદીઓ એક ટ્રકમાં જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા છે. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ સિધ્રામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓ માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હિલચાલના આધારે ટ્રકને સિધ્રા બ્લોકમાં રોકવામાં આવી હતી. સિધ્રા બ્લોક પર ટ્રક રોકાતાની સાથે જ ચાલક ભાગી ગયો હતો. જ્યારે સુરક્ષાકર્મીઓએ ટ્રકની તલાશી શરૂ કરી તો અંદરથી ફાયરિંગ શરૂ થઈ ગયું. જવાબી કાર્યવાહીમાં આતંકીઓ માર્યા ગયા છે. હાલ આતંકીઓની ઓળખ થઈ શકી નથી. ટ્રકનો ચાલક હાલ ફરાર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓ કયા સંગઠનના છે તે હજુ સુધી જાણી શકાયું નથી.