સંબંધિત સમાચાર
- Mizroam મ્યાનમાર એરફોર્સનું વિમાન લેંગપુઈમાં ક્રેશ, 6 લોકો ઘાયલ
- Video: જટાઓ ખેંચી, નિર્વસ્ત્ર કર્યા, UP ના 3 સાધુઓને પશ્ચિમ બંગાળમાં ટોળાએ નિર્દયતાથી માર માર્યો
- મેચ જોઈ ઘેર આવી પંખે લટક્યો યુવાન
- Bharat Or India: ભારતનુ નામ ઈંડિયા કેવી રીતે પડ્યુ ? જાણો રોચક ઈતિહાસ ?
- પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસા ચાલુ, 24 કલાકમાં 5 લોકોની હત્યા, TMCએ લગાવ્યો આ આરોપ
IAF Plane Crash in Bengal: બંગાળમાં ક્રેશ થયું વાયુસેનાનું પ્લેન, બંને પાયલોટનો આબાદ બચાવ
Indian Air Force
Indian Air Force Aircraft Crash: પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનો એક ટ્રેનર વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર બંને પાઈલટ સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, એરફોર્સનું એક હોક ટ્રેનર પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં પાયલટ ટ્રેનિંગ માટે ઉડાન ભરી રહ્યા હતા. પાયલટોને વિમાનમાં ખામી હોવાની શંકા થતાં જ તેઓ તેમાંથી બહાર નીકળી ગયા હતા. આવી સ્થિતિમાં બંને પાયલોટનો જીવ બચી ગયો હતો અને હાલ તેઓ સુરક્ષિત છે.
One Hawk trainer aircraft of the Indian Air Force met with an accident at Kalaikunda, West Bengal today during a training sortie. Both the pilots ejected safely.
— Indian Air Force (@IAF_MCC) February 13, 2024
A Court of Inquiry has been constituted to find out the cause of the accident. No loss of life or damage to civilian…
પ્લેન ક્રેશ મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ
એરફોર્સના આ વિમાન દુર્ઘટનામાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, આ દુર્ઘટનામાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી અને હજી સુધી કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ એરક્રાફ્ટનો ઉપયોગ તાલીમાર્થી પાઇલોટ્સને ઉડ્ડયન અને હથિયારોની તાલીમ માટે કરવામાં આવે છે.
Indian Air Force Hawk trainer jet crashes near Kharagpur. The training jet took off from AFS Kalaikunda.
— Chauhan (@Platypus__10) February 13, 2024
Both pilots successfully ejected and are safe. pic.twitter.com/6NQgHYiBR2
