ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2019 (11:23 IST)

જો લગ્નની જાનમાં સ્ત્રીઓ ગઈ તો થશે સામાજીક બહિષ્કાર

રાજસ્થાનના જયપુરમાં ખાપ પંચાયતે એક નવુ ફરમાન જાહેર થવાથી એક પરિવાર દહેશતમાં છે. અહીની પંચાયતે વરઘોડામાં મહિલાઓને લઈ જવા પર ફતવો જાહેર કર્યો છે. ખાપ પંચાયતનુ માનવુ છે કે જાનમાં મહિલાઓને ન લઈ જવી જોઈએ. 
 
થોડા દિવસ પહેલા જયપુરના વિદ્યાઘર વિસ્તારમાં એક મહિલા દ્વારા પોતાના પુત્રના વરઘોડામાં કેટલીક મહિલાઓને લઈ જવી મોંઘી પડી. ખાપ પંચાયતે એ પરિવારને જ સમાજમાંથી બહિષ્કાર કર્યો. પીડિત પરિવારે આ મામલાને લઈન જયપુરના સેક્ટર 8 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 
 
ખાપના ભયને કારણે લગ્નમાં સંબંધીઓ નહી આવ્યા. 
 
પીડિત પરિવારની એક મહિલાનુ કહેવુ છે કે થોડા દિવસ પહેલા મારા પુત્રના લગ્ન હતા.  વરઘોડામાં મહિલાઓને લઈ જવા માટે પંચો પાસ્સે અમે અનુમતિ માંગી હતી. જે મળી ગઈ પણ પછી કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. આ કારણે મારા પુત્રના લગ્નમાં મારા અનેક સંબંધીઓએ ભાગ ન લીધો. થોડા દિવસ પછી જ્યારે મારા એક સંબંધીના પુત્રીના લગ્ન હતા તો મને ન બોલાવવામાં આવી ત્યારે મને જાણ થઈ કે કેટલાક લોકોએ મારા વિરુદ્ધ ફતવો રજુ કરી મારો બહિષ્કાર કર્યો છે.