શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (16:23 IST)

સંજય ગાંધીના સૌથી નિકટના મિત્ર રહ્યા છે MP ના CM કમલનાથ, આજે પણ ગાંધી પરિવાર કરે છે વિશ્વાસ

છેવટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશની કમાન કમલનાથના હાથમાં સોપવાનુ એલાન કરી દીધુ છે. કમલનાથ મધ્યપ્રદેશના નવા સીએમ તરીકે જાહેર કરાયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 15 વર્ષથી મળી રહેલ  હારનો સિલસિલો તોડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વખતે જે વ્યક્તિ પર દાવ રમ્યો હતો એ  છે છિંદવાડાના સાંસદ કમલનાથ. એ વ્યક્તિ જે એક સમયે સંજય ગાંધીનુ અભિન્ન મિત્ર રહી ચુક્યા છે. જે દરેક મુશ્કેલ સમયમાં ગાંધી પરિવાર સાથે ઉભા રહ્યા. કાનપુરમાં જન્મેલા આ વ્યક્તિ કેવી રીતે મધ્યપ્રદેશનો થઈ ગયો તેની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ગાંધી પરિવારના ખૂબ જ નિકટના આ નેતા આજે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનુ કમબેક કરાવવામાં પોતાનો પૂરો દમ લગાવ્યો છે.  કમલનાથ સીએમ પદ માટે યોગ્ય ઉમેદવાર છે કેમ છે  જાણો તેમના રાજકારણીય સફર પર એક નજર 
 
કાનપુરમાં થયો જન્મ - કમલનાથનો જન્મ 18 નવેમ્બર 1946ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમં એક બિઝનેસમેન પરિવારમાં થયો હતો. તેમનો શરૂઆતી અભ્યાસ દેહરાદૂનના દૂન શાળામાં થયો અને કલકત્તાના સેંટ જેવિયર કોલેજથી તેમણે ઉચ્ચ શિક્ષા મેળવી.  મધ્યપ્રદેશ સાથે કમલનાથનો ઊંડો રાજનીતિક સંબંધ છે. ઈન્દિરા ગાંધીએ જ તેમને ચૂંટણી લડવા માટે છિંદવાડા મોકલ્યા હતા અને પછી તે અહીના જ થઈને રહી ગયા. આજે છિંદવાડ અને કમલનાથ એકબીજાના પર્યાય બની ગયા છે. 
 
ગાંધી પરિવારના નિકટસ્થ - છિંદવાડાથી નવવાર સાંસદ કમલનાથ ગાંધી પરિવરના ખૂબ જ નિકટના રહ્યા છે. 70ના દસકામાં સંજય ગાંધી અને કમલનાથની દોસ્તી ચર્ચામાં હતી. એવુ કહેવાય રહ્યુ છે કે બંનેની દોસ્તી દૂન સ્કૂલથી શરૂ થઈ હતી.  આ દોસ્તીએ તેમને ગાંધી પરિવારના ખૂબ જ નિકટ લાવી દીધો હતો. સંજય ગાંધીના મોત પછી પણ ગાંધી પરિવાર સાથે તેમના નિકટતા કાયમ રહી.  મધ્યપ્રદેશની કમાન તેમના હાથમાં સોંપવી એ વાતને સાબિત કરે છે કે તેમના પર ગાંધી પરિવારનો વિશ્વાસ કાયમ છે.  આ વખતે તેઓ સીએમ પદના પ્રબળ દાવેદાર છે. 
 
આ રીતે થઈ રાજનીતિમાં એંટ્રી -  ઉચ્ચ શિક્ષા માટે કમલનાથ દેહરાદૂનથી કલકત્તા ચાલ્યા ગયા પણ સંજય ગાંધી સાથે દિલોની દૂરી ઓછી ન થઈ.  તેઓ ગાંધી પરિવારના નિકટ તો છતા પણ રહ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે જ્યારે કમલનાથની કંપની સંકટમાં હતી ત્યારે તેને ઉગારવા માટે સંજય ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  બંનેની મૈત્રી એ સમયે રાજનીતિક ગલિયારોમાં ચર્ચિત હતી.  બંનેને દર વખતે સાથે જ જોવામાં આવતા હતા.  રાજીવ ગાંધી રાજનીતિમાં આવવાના ઈચ્છુક નહોતા. એવામાં સંજય ગાંધીને કમલનાથ જેવો મિત્ર મળ્યો જે તેમની સાથે ખભાથી ખભો મેળવી રહ્યો હતો.  1975નો સમય ઈદિરા ગાંધી અને કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ ભર્યો હતો.  સંજય ગાંધીનુ અસમય મોતે ઈન્દિરા ગાંધીને અંદરથી તોડી નાખી હતી.  કોંગ્રેસ સતત કમજોર થઈ રહી હતી.  એ સમયે તેમણે કમલનાથને છિંદવાડાની સીટ પરથી ટિકિટ આપીને રાજનીતિમાં ઉતારી દીધા. 
 
ફક્ત એકવાર ચૂંટણી હાર્યા - કમલનાથ છિંદવાડાથી શાનદાર જીત મેળવીને 34 વર્ષની વયમાં લોકસભા પહોંચ્યા. ત્યારબાદ તેમણે ફરી ક્યારેય પાછળ વળીને ન જોયુ.  તે સંપૂર્ણ રીતે છિંદવાડાના થઈને રહી ગયા.  તેઓ આ સીટ પરથી 9 વાર જીત્યા. જો કે 1997માં ફક્ત એકવાર તેમણે સુંદરલાલ પટવાના હાથે હાર મળી.  ઉલ્લેખનીય છે કે 1996માં હવાલા કાંડમાં નામ આવવાને કારણે તેમના સ્થાન પર તેમની પત્ની અલકા નાથને ટિકિટ આપવામાં આવી અને તેમણે જીત પણ મેળવી.  એક વર્ષ પછી કોર્ટમાંથી ક્લીન ચિટ મળ્યા પછી અલકાએ રાજીનામુ આપી દીધુ અને કમલનાથે પેટાચૂંટણી લડી. પણ તેમને સુંદરલાલ પટવાના હાથે હાર મળી. આ એક સમય હતો જ્યારે તેમણે પહેલીવાર હારનુ મોઢુ જોવુ પડ્યુ.  પણ આગામી ચૂંટણીમાં તેમને જીત સાથે કમબેક કર્યુ.  કેન્દ્રીય મંત્રી રહેતા તેમણે છિંદવાડામાં અનેક કામ કરાવ્યા જેનો પ્રતિસાદ તેમને દર વખતે ચૂંટણીમાં જીતના રૂપમાં મળ્યો. 2014માં પણ તેમણે ત્યારે ચૂંટણી જીતી જ્યારે કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ હતી અને તે માત્ર 44 સીટો પર સમેટાઈ ગઈ હતી.  
 
કોંગ્રેસ સરકારમાં રહ્યા મંત્રી - કમલનાથે 1985, 1989, 1991 માં સતત ચૂંટણી જીતી. 1991 થી 1995 સુધી તેમણે નરસિંહ રાવ સરકારમાં પર્યાવરણ મંત્રાલય સાચવ્યુ. 1995થી 1996 સુધી તેઓ કપડા મંત્રી રહ્યા. હવાલા કાંડમાં નામ આવવને કારણે તેઓ 1996માં ચૂંટણી ન લડી શક્યા. ત્યારે પાર્ટીએ તેમની પત્ની અલકાને ટિકિટ આપી હતી. જેને ભારે મતોથી જીત પણ મળી.  એક વર્ષ પછી  જ્યારે તેઓ આ કાંડમાં મુક્ત થઈ ગયા તો પત્ની અલકાએ છિંદવાડાની સીટ પરથી રાજીનામુ આપી દીધુ અને કમલનાથે ફરી ચૂંટણી લડી. પણ તે બીજેપીના  સુંદરલાલ પટવાથી હારી  ગયા.  પણ ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. તેમણે 1999માં ફરીથી જીતનો સિલસિલો શરૂ કરી દીધો જે આજ સુધી ચાલુ છે.