1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (16:38 IST)

છુટાછેડા માટે મોટાભાગના મામલામાં લવ મેરેજ જવાબદાર - સુપ્રીમ કોર્ટની વિશેષ ટિપ્પણી

Divorce Vs Love Marriage: લગ્ન કેમ તૂટી જાય છે. આ સવાલના અનેક જવાબ છે. મતલબ આર્થિક સમસ્યા, ઘરેલુ ક્લેશ. અહી સવાલ એ પણ છે કે ડાયવોર્સના વધુ મામલા લવ મેરેજમાં થાય છે કે પારંપારિક લગ્નમાં. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના મુજબ એવુ લાગે છે કે છુટાછેડાના મામલા લવ મેરેજને કારણે વધુ સામે આવી રહ્યા છે.  જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સંજય કરોલની પીઠ વૈવાહિક વિવાદના એક ટ્રાંસફર પિટીશન પર સુનાવણી કરી રહી હતી. જેમા વાદી પક્ષે કહ્યુ કે મામલા પ્રેમ વિવાહથી જોડાયેલા છે.  
 
જસ્ટિસ ગવઈએ કહ્યુ કે મોટાભાગના ડાયવોર્સના મામલા પ્રેમ વિવાહને કારણે થઈ રહ્યા છે. પીઠે કહ્યુ કે આ રીતના મામલામાં મધ્યસ્થતાની જરૂર છે. જો કે પતિ પક્ષની તરફથી તેનો વિરોધ થયો. જોકે કોર્ટે કહ્યુ કે તાજેતરના નિર્ણય હેઠળ તે છુટાછેડાના સ્ટેમ્પ પર પતિ પક્ષ વગરની મંજુરી વગર પણ મોહર લગાવી શકે છે. તેની આગળ કોર્ટે મધ્યસ્થતા માટે કહ્યુ.