મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (10:11 IST)

કોલકાતા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં લાગી આગ, 250 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા

કોલકાતા મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલમાં ભયાનક આગ લાગી ગઈ છે. આગ હોસ્પિટલના ફાર્મસી વિભાગમાં લાગી છે.  ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને કોલકાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. બધા દર્દી સુરક્ષિત બતાવાય રહ્યા છે. ટીવી રિપોર્ટ્સ મુજબ 250થી વધુ દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા છે. આ દુર્ઘટનામાં જાન-માલને નુંકશાન થયાની કોઈ જ સૂચના નથી.
ઉલ્લેખનીય છે કે, જે ફાર્મસી સ્ટૉરમાં આગ લાગી છે, તેની ઠીક સામે જ હૉસ્પીટલનો ઇમર્જન્સી વોર્ડ છે. વોર્ડમાં રહેલા બધા દર્દીઓ સુરક્ષિત છે. નોંધનીય છે કે કોલકત્તા નેશનલ મેડિકલ કૉલેજ શહેરની સૌથી જુની હૉસ્પીટલમાંથી એક છે. આ 1948માં સ્થાપવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આગ સવારે લગભગ 8 વાગ્યે લાગી. સ્થાનીક મીડિયા ફુટેજમાં બતાવ્યુ છે કે કેટલાક દર્દીઓને તેમની ડ્રિપ સાથે હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કે અન્યને બીજા બ્લોક્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. કલકત્તા મેડિકલ કોલેજ શહેરની સૌથી જૂની હોસ્પિટલમાંથી એક છે. 1948માં સ્થાપિત આ કોલેજ કલકત્તા યૂનિવર્સિટી અને પ્રેજિડેંસી કોલેજની સાથે છે.