સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (14:05 IST)

ગુજરાતમાં UP-બિહારના લોકો સાથે હિંસા અને તેમના પલાયન અંગે ત્યાના બિહારીઓનું શુ કહેવુ છે

ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના હિમંતનગરમાં કથિત રૂપે થયેલા બળાત્કાર પછી ત્યાના UP-બિહારના લોકોનુ પલાયન હજુ પણ યથાવત છે.  આ મુદ્દા પર રાજનીતિક પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવી રહી છે. ગુજરાતમં રહેનારા બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો પર હુમલા થઈ રહ્યા છે.  આ ઘટનાને લઈને નીતિશ કુમારે પણ ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી સાથે ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.  મુખ્યમંત્રીએ કહ્યુ કે જે આ સ્થિતિ માટે જવાબદાર છે તેમને માફ નહી કરવામાં આવે. 
 
હિન્દી વિકાસ મંચ એક એવી સંસ્થા છે જે દસકાઓથી ગુજરાતમાં રહે છે. આ સંસ્થાના સંસ્થાપક જીતેન્દ્ર રાયનુ કહેવુ છે કે આ મુદ્દો હવે રાજનીતિક બની રહ્યો છે જેના નિશાના પર ઉત્તર ભારતીય છે. તેમણે કહ્યુ કે દેશના હિન્દી ભાષી રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને આ હુમલાથી કદાચ એ સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં હિન્દી ભાષી સુરક્ષિત નથી. 
 
ગુજરાતમા  બીજા રાજ્યોના લોકો સાથે દુર્વ્યવ્હાર ક્યારેય થયો નથી. મને લાગે ક હ્હે કે આ મુદ્દાને લઈને કોઈપણ માણસ વધુ સમય સુધી રાજનીતિ નહી કરી શકે. 
તેઓ કહે છે કે દરેક સમાજમાં અસમાજીક તત્વ હોય છે એક વ્યક્તિને કારણે આખા સમાજને દંડિત કરવુ એ ન્યાય નથી. અમે વર્ષોથી ગુજરાતમાં રહી રહ્યા છે પણ આ પ્રકારનુ વાતાવરણ અમે ક્યારેય જોયુ નથી. અફવાઓને કારણે લોકોમાં ભયનુ વાતાવરણ છે. 
 
બીજા રાજ્યમાંથી આવેલા લોકો પર હુમલો થયો છે. આ વાતને નકારી નથી શકાતી. પણ તેનાથી ખરાબ પરિસ્થિતિ એ છે કે તેઓ અફવાઓને કારણે ઘરે પરત ફરી રહ્યા છે.  
બિહાર સાંસ્કૃતિક મંડળ વડોદરામાં વસેલા ઉત્તર ભારતીયોની એક સંસ્થા છે. આ સંસ્થાના પૂર્વ અધ્યક્ષ ડીએન ઠાકુર માને છે કે આ ઘટના પાછળ રાજનીતિક હાથ છે.  ઉત્તર ભારતીય પર નિશાન સાધીને રાજનીતિ સાથે જોડાયેલા લોકો પોતાના વ્યકતિગત રાજનીતિક હિત સાધવા લાગ્યા છે. 
 
હુ 1983થી વડોદરા શહેરમાં રહી રહ્યો છુ. અમારી સંસ્થા સાથે 20 હજાર લોકો જોડાયા છે. ગુજરાતમાં અમને ખૂબ સહયોગ મળ્યો છે. છઠ પૂજામાં ઓછામાં ઓછા એક લાખ લોકો અમારી સાથે જોડાય છે. જેનાથી સૌથે મોટો સહયોગ અમને ગુજરાતીઓ તરફથી મળે છે.  નવી બનતી બિલ્ડિંગોથી લઈને પુલ નિર્માણ સુધીમાં અમારા લોકોનુ યોગદાન છે. અમે ગુજરાતને ઘણુ આપ્યુ છે અને ગુજરાતમાંથી અમને ઘણો પ્રેમ મળ્યો છ્  એક ઘટનાને કારણે બીજા રાજ્યના લોકોને નિશાન બનાવવુ યોગ્ય નથી. 
 
સમાજશાસ્ત્રીઓનુ માનવુ છે કે રાજ્યની સ્થાપનાથી લઈને અત્યાર સુધી રાજ્યના સમાજીક અને આર્થિક વિકાસમાં યૂપી-બિહારના લોકોએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 
રાજ્યની આર્થિક અને સામાજીક પ્રગતિમાં યૂપી-બિહારના લોકોનુ ખૂબ મોટુ યોગદાન છે.  અમદાવાદમાં એક સમયે 80થી વધુ કપડા મિલ હતી અને આ મિલોમાં બીજા રાજ્યના લોકો કામ કરતા અહ્તા. અમદાવાદમાં જ્યારે આ મિલ બંધ થઈ તો સૂરતમાં પાવરલૂમ ઉદ્યોગ શરૂ થયો અને આ કારખાનામાં બીજા રાજ્યના લોકોનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. આ પ્રકારની ઘટનાથી રાજ્યની સામાજીક સમરસતા પર દાગ લાગ્યો છે. 
 
સમાજશાસ્ત્રી શ્રી જાનીનુ કહેવુ છે કે રાજ્યમાં એક બાજુ દેશના રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવશે તો બીજી બાજુ દેશના બીજા રાજ્યના લોકો પર હુમલા થઈ રહ્યા છે. તેનાથી જે સંદેશ આખા દેશમાં ગયો છે તેના પર વિચાર કરવો જોઈએ. સરદાર પટેલ એકતા અને અખંડતાના હિમાયતી હતા અને ગુજરાતમાં આ પ્રકારની ઘટના થવી દુખદ છે. 
 
ગુજરાતમા બીજા રાજ્યના રહેનારા દેશના નાગરિક જ છે અને પ્રવાસે નિયમો હેઠળ તેમને આ અધિકાર છે કે તેઓ દેશના કોઈપણ ખૂણામાં જઈને રહી શકે છે અને નોકરી ઘંઘો કરી શકે છે.  સરકારની જવાબદારી છે કે તેઓ આ લોકોને સુરક્ષા આપે અને તેમની એ પણ જવાબદારી છે કે સરકાર તેમની અંદર સુરક્ષાની ભાવના પેદા કરે. 
 
શુ હતો મામલો 
 
બિહારના એક વ્યક્તિએ કથિત રૂપે 14 વર્ષની યુવતી પર બળાત્કાર કર્યો જ્યારબાદ હિમંતનગર સહિત રાજ્યના બીજા શહેરોમાં રહેનારા યૂપી-બિહારના લોકો પર હુમલા થઈ રહ્યા છે.  આ ઘટનામાં બિહારના રહેનારા રવિન્દ્ર સાહૂને ધરપકડ કરાઈ છે. હિંસાની ઘટના પછી રાજ્યના આઠ જીલ્લામાં યૂપી બિહારના લોકો પર હુમલા થયા છે. પોલીસનુ કહેવુ છે કે આ ઘટનાને લઈને 57 કેસ નોંધવામાં આવ્યા છે અને 361 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  આ વિસ્તારમાં ભયનુ વાતાવરણ છે.  સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ આગમાં ઘી નાખવાનુ કામ કરી રહ્યા છે. આ ભયના વાતાવરણમાં પોતાની સુરક્ષા માટે બિહાર યૂપીના લોકો રાજ્ય છોડીને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.