ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (11:13 IST)

ટ્રેન દુર્ઘટના - રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસની 9 બોગી પાટા પરથી ઉતરી, 9ના મોત 50 ઘાયલ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હરચંદ્રપુર રેલવે સ્ટેશન પાસે બુધવારની સવારે એક મોટી રેલ દુર્ઘટના થઈ ગઈ. લગભગ છ વાગીને પાંચ મિનિટ પર હરચંદ્રપુર રેલવે સ્ટેશનના આઉટર પર માલદા ટાઉનથી દિલ્હી જઈ રહેલ 14003 ન્યૂ ફરક્કા એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ટ્રેનના એજિન સહિત 3 જનરલ કોચ પુરા પલટી ગયા. જ્યારે કે 5 સ્લીપર કોચ ટ્રેક પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના માર્યા જવાના અને 50થી વધુ લોકોના ઘાયલ થવાની પુષ્ટિ કરવામાં આવી છે.  જો કે ઘાયલ થનારાનો આંકડો આનાથી પણ વધુ થઈ શકે છે. 
મળતી માહિતી પ્રમાણે હરચંદપુર સ્ટેશનની પાસે વારાણસી-લખનઉ ઇન્ટરસિટીની નજીક પાંચ બોગીઓ બુધવાર વહેલી સવારે પાટા પરથી ઉતરી ગઇ. ત્યારબાદ અહીં અફડાતફડીનો માહોલ બની ગયો છે. લોકો ચિચિયારીઓ પાડતા હતા. ટ્રેન રાયબરેલી થઇ દિલ્હી જઇ રહી હતી.
 
બીજીબાજુ મીડિયા રિપોર્ટ્સના મતે એનડીઆરએફની ટીમો સ્થળ પર જવા રવાના થઇ ગઇ છે. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર છે. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યાં છે.