શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવીદિલ્હી : , બુધવાર, 18 ઑગસ્ટ 2021 (19:21 IST)

પામ ઓયલ મિશનને મોદી સરકારે આપી મંજૂરી, 11 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

મંત્રીમંડળે બુધવારે ખાદ્ય તેલો પર રાષ્ટ્રીય મિશન - તેલ પામ (એનએમઈઓ-ઓપી) ને 11,040 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપી છે. આ મિશનનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં પામતેલની ઘરેલુ  ખેતીને પ્રોત્સાહન આપવાનો અને ખાદ્યતેલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન દરમિયાન આ નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી.
 
મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ઉત્તર પૂર્વ ક્ષેત્ર અને અંડમાન અને નિકોબાર ટાપુઓને ધ્યાનમાં રાખીને એનએમઈઓ-ઓપી ને મંજૂરી આપી છે.
 
તેમણે કહ્યું કે ખાદ્ય તેલોની આયાત પર વધતી નિર્ભરતાને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલોનું સ્થાનિક ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવા જરૂરી છે, જેમાં પામ તેલની ખેતીનો વિસ્તાર અને ઉત્પાદકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે નવી કેન્દ્રીય યોજનાને 11,040 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે, 

ઉલ્લેખનીય છે કે ભારતની આબાદીમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ લોકો વધતા જઈ રહ્યા છે. આ હિસાબથી ખાદ્ય તેલની ખપતમાં વાર્ષિક 3થી 3.5 ટકાનો વધારો થવાનું અનુમાન છે.  હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે 60,000 થી 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી 1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે. દેશમાં વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે. તિલહનના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે મોટો નિર્ણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય તેલની જરૂરીયાતને પૂરી કરવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે.