ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (13:41 IST)

લગ્નના કાર્ડ પર છપાવ્યુ, મોધા ગિફ્ટ ન આપો પણ મોદીને વોટ જરૂર આપો

હૈદરાબાદ.ના 27 વર્ષીય વ્યક્તિએ પોતાના લગ્નના અનોખા કાર્ડ છપાવ્યા છે. જેના પર મહેમાનોને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી માટે વોટ કરવાની અપીલ કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીના રોજ થનારા લગ્નનુ આમંત્રણ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે. મુકેશ રાવ યાંદે કટ્ટર મોદી સમર્થક છે. 
 
તેમણે પોતાના મહેમાનોને અનુરોધ કર્યો છે કે તેઓ મોંઘી ભેટ ન આપે.  તેના બદલે દંપતિને ભેટના રૂપમાં આગામી લોકસભા ચૂંટણીમાં મોદી માટે વોટ કરો.  લગ્નના કાર્ડના કવર પર લખ્યુ છે કે અમારી ભેટ 2019ના લોકસભા ચૂંટણીમાં મોદીને તમારો વોટ આપો એ જ છે 
 
યાંદે એક સરકારી કર્મચારી છે અને જ્યારે તેમણે આ સંદેશ છપાવવાનો સૌ પહેલા વિચાર કર્યો તો તેમને પોતાની ભાવિ પત્ની સાથે જ પુરા પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડ્યો. જો કે તેઓ તેમને મનાવવામાં સફળ રહ્યા. 
 
ચાંદેએ મોદી વિશે કહ્યુ કે અમે અમારા દૈનિક કાર્યોમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણે આપણા દેશ માટે કશુ કરી શકવામાં અસમર્થ રહીએ છીએ. આપણે ઓછામાં ઓછુ આટલુ તો કરી શકીએ છીએ કે તેમનુ સમર્થન કરીએ જે દેશ માટે મહેનત કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે મારાપરિવારના કેટલાક સભ્યોને આવી કંકોત્રી છપાવવાનો  વિરોધ બતાવ્યો હતો પણ હુ તેમને મનાવવામાં સફળ રહ્યો. 
 
નરેન્દ્ર મોદીના કાર્યનુ સમર્થન કરવાની આ મારી પોતાની રીત છે. યાંદેએ આ અપીલ સાથે લગ્નના કુલ 600 કાર્ડ છપાવ્યા છે. તેઓ આ કાર્ડને પોતાના સંબંધીઓ અને મિત્રોમાં વિતરિત કરી રહ્યા છે.