બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (13:39 IST)

નોએડાના મેટ્રો હોસ્પિટલમાં આગ લાગી, કાચ તોડીને દર્દીઓને બહાર કાઢ્યા, રેસક્યુ ચાલુ

નોએડાના મેટ્રો હોસ્પિટલમાં ગુરૂવારે ભીષણ આગ લાગી છે. મેટ્રો હોસ્પિટલ નોએડાના સેક્ટર 12માં સ્થિત છે.  આગ લાગવાની ઘટના પછી તરત ફાયર બિગ્રેડની ગાડીઓ ઘટના સ્થળ પર હાજર છે. હોસ્પિતલના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી.  રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 
 
સૂત્રો મુજબ બે ડઝનથી વધુ દર્દી હોસ્પિટલની અંદર ફસાયા છે.  જેમને કાઢવાની કોશિશ ચાલુ છે.  હોસ્પિટલમાં લાગેલી આગ એટલી ભિષણ છે કે, લોકોને ઘુમાડાના કારણે ભારે ગભરામણ થઈ રહી છે.  લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડી દોરડા વડે જીવના જોખમે લટકીને પણ બહાર નિકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી પણ લગભગ 20 લોકો અંદર ફસાયેલા છે. જેમાં 6 ઈમરજંસી અને આઈસીયૂમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પણ શામેલ છે.