મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 13 જૂન 2019 (14:25 IST)

Viral: માતાના બીજા લગ્ન પર પુત્રએ આપી ભાવનાત્મક શુભેચ્છા.. કેરલની માર્મિક સ્ટોરી

મા અને પુત્રના સંબંધો ખૂબ જ ખાસ હોય છે. જેને શબ્દોમાં વર્ણવા કદાચ જ શક્ય હોય.  એક મા માટે પુત્ર જેટલો અણમોલ હોય છે પુત્ર માટે પણ માતા ખાસ હોય છે. આવા જ અતૂટ સબંધોની મિસાલ કાયમ કરે છે કેરલના મા અને પુત્રએ. પુત્રએ.  પુત્રએ પોતાની માતાના બીજા લગ્નના અવસર પર તેના નામે ફેસબુક પર એવો ભાવુક પત્ર લખ્યો કે તે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો. 
 
ઉલ્લેખનીય છે કે કેરલના ગોકુલ શ્રીઘરે પોતાની માતાના બીજા લગ્નના અવસર પર મલયાલમ ભાષામાં એક ભાવુક પોસ્ટ લખ્કી. જે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ. પોતાની પોસ્ટમાં ગોકુલે લખ્યુ કે તેની માતાએ પોતાના પ્રથમ લગ્નમાં ઘણુ દુખ સહન કર્યુ. તેણે અનેકવાર શારીરિક  હિંસાનો સામનો કરવો પડ્યો અને આ બધુ તેણે પોતાના પુત્ર ગોકુલના માટે સહન કર્યુ.  સમાચાર મુજબ ગોકુલ શ્રીઘરે પોતાની પોસ્ટમાં લખ્યુ, "આ મારી માતાના લગ્ન છે.  મે ઘણુ વિચાર્યુ કે શુ આ પ્રકારની નોટ લખવી યોગ્ય રહેશે. છેવટે આ એવો સમય છે જ્યારે ઘણા બધા લોકો હજુ પણ બીજા લગ્નને સ્વીકાર નથી કરી શકતા.  જે લોકોની નજરમાં શંકા હોય, જે નિર્દયી હોય અને નફરતની નજરથી જોતા હોય તે કૃપા કરીને અહી નજર ન નાખે.  જો તમે જોશો તો પણ કોઈ ફરક નહી પડે" 
 
ગોકુલ શ્રીઘરનુ કહેવુ છે કે તે આ નોટને શેયર કરતા પહેલા ખૂબ સંકોચ કરી રહ્યો હતો. તેણે કહ્યુ, "મને એવુ લાગતુ હતુ કે મારા આ વિચારને સમાજના એક ભાગ દ્વારા યોગ્ય નહી કહેવાય. તેમણે કહ્યુ કે ખૂબ જલ્દી જ તેને આ વાતનો એહસાસ થયો કે પોતાની ભાવનાઓ કોઈનાથી છિપાવવાની તેને જરૂર નથી. ત્યારબાદ તેણે નિર્ણય કર્યો કે તે આ ખુશી (માતાના બીજા લગ્ન)ને બધાને શેયર કરશે. 
 
આ ઉપરાંત ગોકુલે લખ્યુ, "એક સ્ત્રી જેણે મારે માટે પોતાના જીવનની કુર્બાની આપી દીધી. તેમણે પોતાના પહેલા લગ્નમાં ઘણુ બધુ સહન કર્યુ છે.  માર ખાધા પછી તેના માથા પરથી લોહી ટપકાતુ હતુ. તો હુ અવાર નવાર તેમને પૂછતો કે તે આ બધુ કેમ સહન કરી રહી છે. મને યાદ છે કે તેણે મને જણાવ્યુ હતુકે તે મારે માટે દુખ સહન કરવા તૈયાર છે.  કારણ કે તે મારે માટે જીવી રહી છે.   એ દિવસે જ્યારે મે તેમની સાથે ઘર છોડ્યુ, મે આ ક્ષણ વિશે વિચાર કરી લીધો હતો. મારી માતાએ પોતાની પૂર્ણ જવાની મારે માટે ન્યોછાવર કરે દીધી. હવે તેના સપના મારા છે અને તેને પૂર્ણ કરવાની તક મારી છે.  મારી પાસે કહેવા માટે વધુ કશુ નથી. મને એવુ લાગે છે કે આ કંઈક એવુ છે જેને મને કોઈનાથી છિપાવવાની જરૂર નથી.  મા !! તમારુ લગ્નજીવન ખૂબ જ ખુશહાલ રહે. 
 
ગોકુલની આ પોસ્ટને થોડી જ વારમાં 33,000થી વધુ લોકોએ શેયર કરી અને તેના પર ઘણા લોકોએ સકારાત્મક જવાબ પણ આપ્યો. ગોકુલે પોતાની પોસ્ટ સાથ પોતાની માતા અને તેમના બીજા પતિની તસ્વીર પણ શેયર કરી.  સામાન્ય રીતે એક મહિલાના બીજા લગ્ન પર લોકોના વિચાર એક જેવા નથી દેખાતા. આવામાં એક પુત્રનુ પોતાની મા ના બીજા લગ્ન પ્રત્યે આટલુ સન્માન અને ખુશી તાલીઓનો હકદાર છે.