શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 26 ડિસેમ્બર 2016 (11:11 IST)

પીએમ મોદીનો વાર - નોટબંધી તો શરૂઆત, આગળ છે બેનામી સંપત્તિનો ધારદાર કાયદો, જાણો શુ છે આ નવો કાયદો

ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે નોટબંધીનુ એલાન પૂર્ણ વિરામ નથી. આ માત્ર એક શરૂઆત છે. આ જંબ્ગ જીતવી છે. રોકવાનો તો સવાલ જ નથી. આ જ કારણ છે કે આગલુ નિશાન બેનામી સંપત્તિ છે. જેને અમે ખૂબ ધારદાર બનાવી છે. આવનારા દિવસોમાં આ કાયદો પોતાનુ કામ કરશે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે મેં આઠ નવેમ્બરના રોજ કહ્યુ હતુ કે આ લડાઈ અસામાન્ય છે. 
 
કારણ છે એ છે કે 70 વર્ષથી બેઈમાનીના કાળા વેપારમાં મોટી તાકતો જોડાઈ છે. આવા લોકોનો સામનો કરવાનો મે સંકલ્પ લીધો છે. આવામાં તેઓ ક્યારેય સરકારને પરાજીત કરવા માટે નવા નવા તરીકા અપનાવી રહ્યા છે પણ ભ્રષ્ટાચારી સમજી લે કે તેઓ ડાલ ડાલ છે તો હુ પાત પાત... મતલબ તેઓ શેર છે તો હુ સવા શેર.  દરેક વેપારને મટાવીને જ રહીશુ. 
 
 
મોદીએ કહ્યું કે, આપણે કોઈ પણ પેમેન્ટ કે સોદા માટે ડિજિટલ મોડના ઉપયોગમાં તત્પર રહેવું જોઈએ. દેશના યુવાઓ તથા સ્ટાર્ટ અપ્સ માટે આ સોનેરી અવસર છે.
 
મોદીએ કહ્યું કે વિશ્વ બેન્કના રિપોર્ટમાં ભારતીય અર્થતંત્રનું રેન્કિંગ વધ્યું છે.  ડિજિટલ સોદાઓ કરનાર અને પોતાના વ્યાપારમાં ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ વિક્સાવનાર વેપારીઓને ઈન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવશે.
 
પોતાના બહુચર્ચિત નોટબંધી નિર્ણયનો જોરદાર રીતે બચાવ કરીને મોદીએ કહ્યું કે રૂ. 500 અને રૂ. 1000ની નોટ બંધ કરી દેવાથી લોકોને પડી રહેલી તકલીફ અને હાડમારીથી પોતે વાકેફ છે. જેટલું લોકોને દુઃખ થાય છે એટલું મને પણ થાય છે.
 
મોદીએ ખુલાસો કર્યો હતો કે મારી સરકારને બ્લેક મનીનો વેપાર કરનારાઓ વિશેની જાણકારી કોઈ એજન્સી મારફત નહીં, પણ દેશની જનતા તરફથી જ મળી રહી છે.
 
નોટબંધી અંગેના નિયમોમાં વારંવાર ફેરફાર કરવા વિશે મોદીએ કહ્યું કે, અમે જનતા પાસેથી ફીડબેક મેળવીએ છીએ અને એમના ફીડબેકના આધારે જ નિયમમાં ફેરફાર કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં આ તો હજી શરૂઆત છે અને આ પૂર્ણવિરામ નથી.
 
શુ છે નવો કાયદો 
 
બેનામીથી મતલબ એવી સંપત્તિ છે જે અસલી ખરીદદારના નામ પર હોતી નથી. આવકવેરાથી બચવા અને સંપત્તિની વિગત ન આપવાના ઉદ્દેશ્યથી લોકો પોતાના નામથી પ્રોપર્ટી ખરીદવાથી બચે છે. જે વ્યક્તિના નામથી આ ખરીદી કરવામાં આવે છે તેને બેનામદાર કહે છે અને સંપત્તિ બેનામી કહેવામાં આવે છે. બેનામી સંપત્તિ ચલ કે અચલ બંને હોઈ શકે છે. મોટાભાગના લોકો બેનામી સંપત્તિ ખરીદે છે જેમની આવકનો સ્ત્રોત સંપત્તિથી વધુ હોય છે.