સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (09:05 IST)

દેશભરમાં અતિભારે વરસાદની આગાહી મધ્યપ્રદેશ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

મૌસમ વિભાગએ ગુરૂવારે મધ્યપ્રદેશ,  ગુજરાત દિલ્લી સાથે ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં આવરા બે થી ત્રણ દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. પશ્ચિમી કાંઠે માનસૂન તેમના અંતિમ ચરણમાં છે. જામનગર અને રાજકોટમાં વરસાદ પછી જૂનાગઢમા પણ જળબંબાકાર થયુ છે. 
 
15 અને 16 સપ્ટેમ્બરના રોજ
જુનાગઢ,રાજકોટ,વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ જીલ્લાઓને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે તથા દેવભુમી દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ,અમરેલી, ભાવનગર,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,નવસારી માં ભારે વરસાદની સંભાવના રહેલી છે તા 15 થી 18 સપ્ટેમ્બર સુધી
ઉતર ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠા ,પાટણ, મહેસાણામાં તથા મોરબી ,જામનગર,દેવભુમી ઘ્વારકા માં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી તા. 16 થી 18 સપ્ટેબર સુઘી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા. 18 થી 19 સપ્ટેમ્બર
સુઘી બનાસકાંઠા,પાટણ,નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRF ની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના અપાઈ જાય તેમ જણાવ્યુ હતું