રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (16:00 IST)

10 સેકંડમાં સ્પર્શીને નીકળી ગઈ મોત,ગલીમાં રમતા બાળકો પરથી પસાર થયો આખલો

bull attack
રમતા-રમત 6  બાળકોને મોત સ્પર્શીને નીકળી ગઈ. ગલીમાં રમી રહેલા બાળકો પાસેથી ત્રણ આખલા દોડતા નીકળ્યા તો જીવ ટાળવે ચોટી ગયો. બે બાળકોના પરથી તો 10 સેકંડમં આખલા પસાર થઈ ગયા.  નસીબજોગે બાળકોને કંઈ પણ થયુ નહી. આ ઘટના નાગૌર જીલ્લાના મેઈતાસિટીમાં 18 જુલાઈ સવારે 11 વાગ્યાની છે. જેનો વીડિયો ગુરૂવારે સામે આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે મેઈટાસિટીમાં અગ્રવાલ કોલેજ પાસે સવારે 11 વાગે ગલીમાં 6 બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ આખલા ગલીમાં દોડતા નીકળ્યા. 4 બાળકો આખલાને જોઈને ખૂણામાં સંતાય ગયા. પણ બે બાળકો ત્યા જ ઉભા રહ્યા. એક આખલો બે બાળકો પરથી પસાર થઈ ગયો પણ બાળકોને કંઈ થયુ નહી. 
 
ફરહાન પરથી  આખલો પસાર થયો
 
2 વર્ષનો ફરહાન શેરીમાં રમતા બાળકોમાં સૌથી આગળ હતો. દોડતા આખલાએ ફરહાનને નીચે પછાડ્યો. બળદ થોડે દૂર ગયા પછી તે પાછો ફર્યો અને ફરહાનની નજીકથી પસાર થયો. સદનસીબે ફરહાનને કોઈ ઈજા થઈ ન હતી. આ પછી પરિવારના સભ્યો આવ્યા અને તેની સંભાળ લીધી.