સંબંધિત સમાચાર
- સવારની પહેલી નમાજ પહેલા જ ભારતે છોડ્યા બ્રહ્મોસ, પાક પીએમ શહબાજ શરીફનુ નિવેદન
- Kajal Maheriya -ઈસ્ટાગ્રામ પર 19 લાખ ફોલોવર્સ, ગુજરાતમાં ચાલે છે અવાજનો જાદુ, શુ BJP સામે લડશે કાજલ મહેરિયા ?
- નવવધુ રાહ જોતી રહી... પણ જાન લઈને ન આવ્યા વરરાજા... દહેજમાં માંગી હતી કાર
- Gujarat Weather: રાજયનાં 5 જિલ્લામાં વરસાદનું એલર્ટ, IMD એ કેવો રહેશે આગામી 7 દિવસનું હવામાન
- ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ વાવાઝોડાનો ખતરો : અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે તો સીધું ગુજરાત પર આવશે ?
મઘ્યપ્રદેશના ઝાંબુઆમા મોટો માર્ગ અકસ્માત, ટેંકર અને કારની ટક્કરથી એક જ પરિવારના 9 ના મોત
Road Accident Jhabua
Road Accident Jhabua: મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ટેન્કર અને કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 9 લોકોના મોત થયા છે. મૃતકો બધા એક જ પરિવારના હતા. મળતી માહિતી મુજબ, કારમાં મુસાફરી કરી રહેલ પરિવાર લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મેઘનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સજેલી ગેટ પાસે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા. મૃતકોમાં 2 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. બધા એક જ પરિવારના સભ્યો હતા.
મળતી માહિતી મુજબ, ઝાબુઆ જિલ્લાના થાંડલા પોલીસ સ્ટેશન ચોકી નોગાવાથી થોડા અંતરે સજેલી ગેટ પાસે એક ટેન્કર અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાળકીઓ ઘાયલ થઈ હતી. ઘાયલ બાળકીઓ ને ગામલોકોએ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી છે.
એવું કહેવાય છે કે રાત્રે 2 વાગ્યે જ્યારે કારમાં સવાર લોકો માનપુર ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દેવગઢના ઉંદીખાલી શિવગઢનો રહેવાસી હતો.

