સંજય રાઉત : શિવસેનાના નેતાના ઘરે EDના દરોડા, 1,034 કરોડનું જમીનકૌભાંડ શું છે?
સમાચાર સંસ્થા ANI અનુસાર આજે સવારે ઈડીની ટીમ સંજય રાઉતના નિવાસસ્થાને પહોંચી હતી. આ તપાસનું કનેક્શન પતરા ચોલ જમીન કૌભાંડ કેસ સાથે હોવાનું માનવામાં આવે છે.
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે આ સંદર્ભે રાઉતની ઈડીએ પૂછતાછ પણ કરી છે. સવારે સાત વાગ્યે જ સંજય રાઉતના નિવાસસ્થાને ઈડીની ટીમ પહોંચી ગઈ હતી.
એજન્સી અનુસાર સંજય રાઉતને ઈડી દ્વારા 28 જૂને 1,034 કરોડના 'પતરા ચોલ જમીન કૌભાંડ' મામલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.