શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 જુલાઈ 2021 (21:24 IST)

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટી સુધી પહોંચી આગ, કુંદ્રાની સાથે બેસાડીને પોલીસ કરી રહી છે પૂછપરછ

પોર્નોગ્રાફી કેસમાં વેપારી રાજ કુંદ્રાના ફસાયા પછી હવે તેની આગ તેમની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી સુધી પહોચતી દેખાય રહી છે. મુંબઈ પોલીસ શિલ્પાની પૂછપરછ કરી રહી છે. એવુ બતાવાય રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીને ઘરમાં પતિ રાજ કુંદ્રા સામે બેસાડીને લગભગ 3 કલાકથી સવાલ-જવાબ કરી રહી છે.  શિલ્પાના બેંક ખાતા પણ પોલીસની નજરમાં છે.  મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ વાતની પડતાલ કરી રહી છે કે પતિના 'ગંદા ધંધા' માં શિલ્પાની કોઈ ભૂમિકા છે કે નહી. 
 
શિલ્પા કુંદ્રાની કંપની વિયાનમાં ડાયરેક્ટર રહી ચુકી છે. જેના હેઠળ પોર્ન ફિલ્મોનો વેપાર ચાલી રહ્યો હતો. પોલીસ હવે શિલ્પા શેટ્ટી પાસે જાણવા માંગે છે કે પોર્ન ફિલ્મોને લઈને માહિતી હતી કે નહી. પોલીસ સૂત્રોનુ કહેવુ છે કે કુંદ્રાની ધરપકડ પછી કંપનીના સર્વરમાંથી ડેટા ડિલીટ પણ કરવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ફુટેજ અને અન્ય પુરાવાના આધાર પર આ જાણ કરવાની કોશિશ કરી રહી છે કે ડેટા કોણે ડિલીટ કર્યો. આ દરમિયાન મુંબઈ પોલીસ સૂત્રોએ જણાવ્યુ, તપાસમાં જોવા મળ્યુ છે કે Hotshots એપ્સના લગભગ 20 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. આ એપ પર અશ્લીલ ફિલ્મોને અપલોડ કરવામાં આવી રહી હતી. 
 
આ પહેલા રાજ કુંદ્રાએ અશ્લીલ ફિલ્મોના વેપારના આરોપમાં ઘરપકડને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે અને કહ્યુ છે કે આ વીડિયોને કામુક કહી શકાય છે પણ તેમા સંપૂર્ણ રીતે યૌન ક્રિયા નથી બતાવાઈ.  અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રા (45)ને 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.  મેજીસ્ટ્રેટની એક કોર્ટે તેમને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી લેવામાં આવ્યા.  અરજીમાં નીચલી કોર્ટના આદેશને રદ્દ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો.