1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (15:38 IST)

શુ કોરોના પરત આવી રહ્યો છે ? તેલંગાનામાં કોરોનાનો કહેર, સાંગા રેડ્ડી જીલ્લાના એક જ શાળાના 45 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ-19 પોઝિટીવ

તેલંગાનાની એક શાળામાં કોરોનાના 40થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યના સાંગા રેડ્ડી જીલ્લાના મહાત્મા જ્યોતિબા ફુલે પછાત વર્ગ કલ્યાણ્ણ સ્કુલની 45 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝીટીવ જોવા મળી છે. એક ટીચર પણ આ મહામારીના ભોગ બન્યા છે. સંગારેડ્ડી જીલ્લાના ડીએમ અને એચઓ ડો. ગાયત્રીના મુજબ વિદ્યાર્થીઓને આઈસોલેશનમા મુકવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 
 
ઓમિક્રોનને લઈને તેલંગાનામાં એલર્ટ 

 
તેલંગાના સરકારે રવિવારે કહ્યુ કે તેમને કોરોના વાયરસના નવા સ્વરૂપ એમિક્રોનના સંકટને જોતા પોતાની નજર રાખવાની ગતિવિધિ તેજ કરી છે અને ટીમોને સતર્ક કરી દીધી છે. 
 
આ દરમિયાન તેલંગાનામાં રવિવારે કોરોના વાયરસના સંક્રમણના 135 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 6,75,614 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત એક અન્ય રોગીનુ મોત થતા જ મૃતકોની સંખ્યા 3,989 સુધી પહોંચી છે. રાજ્ય଒ના જન સ્વાસ્થ્ય નિદેશક જી શ્રીનિવાસે પત્રકારોને કહ્યુ કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના હોંગકોંગ અને કેટલાક યુરોપીય દેશોમાં નવા ઓમિક્રોન સ્વરૂપની જાણ થઈ છે અને તેથી ત્યાથી ટીકાકરણ કરાવીને આવનારા લોકોને પણ ઘરમાં આઈસોલેટ કરી નજરબંધ કરાશે. 
\\\
નવા વેરિએટ વચ્ચે ટીકાકરણ પર જોર 
 
તેમણે કહ્ય કે જે લોકોનુ ટીકાકરણ થયુ નથી કે એક જ રસી જેમણે લગાવાઈ છે તેમની તપાસ કરવામાં આવશે અને જો કોઈ સંક્રમિત જોવા મળ્યા તો તેમના સેમ્પલને જીનોમ અનુક્રમણ માટે સીડીએફડી પ્રયોગશાળ મોકલવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં ઉપચારાધીન રોગીઓની સંખ્યા 3535 છે. આજે કુલ   22,356 સેમ્પલની કોવિડ ચકાસણી કરવામાં આવી. 
 
તેલંગાનામાં અત્યાર સુધી 2,85,11,075 સેમ્પલ તપાસવામાં આવ્યા છે.  બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં 144 લોકોના સંક્રમણથી ઘેરાયા બાદ ઠીક થઈ ચુકેલા લોકોની સંખ્યા  થઈ ગઈ છે.